સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ભાગોનું ઉત્પાદન ગુજરાતમાં થશે
SadhanaWeekly.com       | ૧૨-જાન્યુઆરી-૨૦૧૭


આઠમા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૭માં એમઓયુનો વરસાદ થયો હતો. વાઈબ્રન્ટમાં રેલવે સાથે 66000 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે.  ગુજરાતે અનેક ક્ષેત્રે દેશીવિદેશી કંપનીઓ સાથે કરાર કર્યા છે. જેમાં નોંધપાત્ર કરારમાં બૂલેટ ટ્રેન પણ સામેલ થઈ છે.

વાઇબ્રન્ટ ગુજરાતના સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે કહ્યું હતું કે હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ભાગોનું ઉત્પાદન ગુજરાતમાં થશે. રેલવે સાથે આ માટે રૂપિયા ૬૭ હજાર કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. હાઈસ્પીડ બૂલેટ ટ્રેનના કેટલાક પાર્ટસ ગુજરાતમા બનાવાશે. જેમાં કન્ટેનર રાજકોટમાં બનાવવામાં આવશે. રાજકોટમાં કન્ટેનર યાર્ડ માટે રૂપિયા ૧૦૦ કરોડના એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. આ એમઓયુ અંતર્ગત મોરબી અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી અનેક વસ્તુઓ એક્સપોર્ટ થશે. જેમાં 100 કરોડના એમઓયુ થયા છે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ બૂલેટ ટ્રેનનું કામ થઈ રહ્યું છે. જેનો કુલ ખર્ચ 99,000 કરોડ છે.

આ ઉપરાંત MSME સેમિનારમાં શ્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, જાપાન, ચાઇના સહિતના અનેક રોકાણકારો ગુજરાત આવી રહય છે. રાજયના અંકલેશ્વર,  સુરત, ભાવનગર, અમદાવાદમાં MSME સૌથી વધુ છે. રાજીવપ્રતાપ રુડીએ કહ્યું હતું કે દેશની અડધી ઇજનેરી કોલેજીસમાં સીટો ખાલી છે.  હવે વધુ ઇજનેર નથી જોઇતા. ઉધોગોને સ્કિલ્ડ લોકોની જરૂર છે.