બોલો...સૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડામાંથી બનાવવામાં આવ્યો હતો
SadhanaWeekly.com       | ૧૩-જાન્યુઆરી-૨૦૧૭


 

પતંગ વિશે જાણવા જેવું
હ સૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડામાંથી બનાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે.
હ જાપાનના પતંગબાજ દ્વારા એક જ દોરી પર ૧૧,૨૮૪ પતંગ ઉડાડવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
હ ન્યુઝીલેન્ડના માઓરી જાતિના લોકો વૃક્ષની છાલ અને પાંદડાંમાંથી અદ્ભુત પક્ષીઓના આકારના પતંગ બનાવવા માટે સમગ્ર વિશ્ર્વમાં જાણીતા છે.
હ કોડી મેનલિફ્ટિંગ કાઈટ સિસ્ટમ શોધનારા સેમ્યુઅલ ફ્રેન્કલિન કોડી ૧૯૦૩માં પતંગની મદદથી ઇંગ્લીશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
હ થાઈલેન્ડમાં પતંગ ઉડાડવા માટે ૭૮ જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
હ ૧૯૭૬માં જાપાનમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવાનું છોડીને આખો દિવસ પતંગ ઉડાડતા હતા.
હ પૂર્વ જર્મનીમાં પણ એક જમાનામાં મોટા મોટા પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો, કારણ કે જર્મન શાસકોનું માનવું હતું કે આવા વિશાળ પતંગોના સહારે લોકો બર્લિનની દીવાલ પાર કરીને પશ્ર્ચિમ જર્મનીમાં પહોંચી શકે છે.
હ અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓ પતંગનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે કરતા હતા.
હ ૧૯૦૧માં માર્કોનીએ પતંગની મદદથી પહેલી વાર રેડિયો તરંગોના માધ્યમથી સંદેશાને એટલાન્ટિક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મેળવી હતી. ચીનના ડ્રેગન આકારના પતંગ ખૂબ જાણીતા છે.
હ ચીનમાં પણ એક સમયે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પતંગ ઉડાડતી નજરે ચડે તો તેને ત્રણ વર્ષ સુધી કારાવાસની સજા ફરમાવવામાં આવતી. પતંગનું ચીની નામ ફેન ઝેંગ છે.
હ સૌથી લાંબો સમય પતંગ ઉડાડવાનો વિક્રમ ૧૮૦ કલાકનો છે.
હ વિશ્ર્વના જુદા જુદા દેશોમાં ઓક્ટોબર મહિનાના બીજા રવિવારે, ‘વન સ્કાય વન વર્લ્ડ’ સૂત્રને સાર્થક સાબિત કરવા અને વિશ્ર્વમાં શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો પ્રસરાવવા પતંગ ઉડાડવામાં આવે છે.