ના હોય ! પતંગનો આવો ઉપયોગ પણ થયો છે...
SadhanaWeekly.com       | ૧૩-જાન્યુઆરી-૨૦૧૭વિશ્ર્વપ્રસિદ્ધ ચિત્રકાર લિયોનાર્ડો દ વિંચી, ગ્રેહામબેલ તથા એલેક્જેન્ડર મહાન જેવા લોકો પણ પતંગોના શોખીન હતા. બેન્જામિન ફ્રેંકલિને પતંગ ચગાવીને જ સાબિત કર્યંુ કે અવકાશી વીજળી વિદ્યુતનો એક ભાગ છે.
૧૮૪૦માં હોમન વાલ્સ નામના યુવકે અમેરિકાના નાયગ્રા ધોધ પર પતંગ દ્વારા જ મોટા મોટા તાર લગાવ્યા હતા અને આ તારોના સહારે જ અહીં ઝૂલતા પુલનું નિર્માણ થઈ શક્યું.
૧૮૮૭માં ઇંગ્લૅન્ડના ડગલસ આર્ક વેર્લ્ડ પતંગની સાથએ કેમેરા બાંધી અનેક ફોટા પાડ્યા. ૧૮૮૯માં એલેકજેન્ડર તથા થોમસ મૈનપીલે પતંગની દોરી સાથે થર્મોમીટર બાંધી વાયુમંડળનું તાપમાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
૧૮૯૦માં બોઅરના યુદ્ધમાં જાસૂસોને દુશ્મનોના વિસ્તારોમાં પહોંચાડવા માટે પતંગનો ઉપયોગ કરવામાં આવતો. પાઉલ ઈ. ગાબરે રડાર રિફ્લેકટરના ‚પે પતંગનો ઉપયોગ કર્યો હતો.
૧૯૦૧માં મારકોનીએ પતંગનો ઉપયોગ એન્ટીના ‚પે કર્યો હતો અને એટલાન્ટિક મહાસાગરની પેલે પાર રેડિયો સંદેશ મોકલવામાં સફળતા મેળવી હતી.
૧૯૦૩માં સૈમુઅલ ફ્રૈંકલિન કોડીએ જે હોડીમાં બેસીને ઇંગ્લીશ ચેનલ પાર કરી હતી તે હોડી પતંગો દ્વારા જ ખેંચવામાં આવી હતી.