મુલાયમ ચૂટણી ચિન્હની લડાઈ હારી ગયા!
SadhanaWeekly.com       | ૧૬-જાન્યુઆરી-૨૦૧૭

 


 

અખિલેશ યાદવે પિતા મુલાયમસિંહ યાદવને હરાવી સમાજવાદી પાર્ટી અને ચૂંટણી ચિન્હ સાયકલ પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. પુત્રએ પિતાને સાઈકલ પરથી ઉતાર્યા નીચે, છેલ્લા ધણા સમયથી ચાલતા સપાના ચૂંટણી ચિહ્ન ‘સાઈકલ’ ને લઈને ચાલતા આ ઝઘડામાં અખિલેશની જીત થઈ છે. હવે અખિલેશ યાદવ જ સમાજવાદી પાર્ટીના સર્વે સર્વા બની ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ૧૧ ફેબ્રુઆરીથી ઉત્તર પ્રદેશમાં ૭ ચરણમા ચૂટણી યોજાવાની છે. આવા સમયે ઇલેક્શન કમિશને સયકલનું ચિન્હ મુખ્યમંત્રી અખિલેશ યાદવને આપવાની જાહેરાત કરી છે. જે મુલાયમસિંહ યાદવ માટે એક મોટો ઝટકો છે. સમાજવાદી પાર્ટીમાં ઘણા સમયથી ચાલતા ઝઘડાને લઈને અખિલેશ અને મુલાયમ યાદવે સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિહ્ન સાઈકલને લઈને ચૂંટણી પંચમાં પોત-પોતાનો દાવો કર્યો હતો. ચૂંટણી પંચે મુલાયમ યાદવને ‘હળ’નું ચિહ્ન આપ્યું છે.