છણાવટ : ભારતના ઇતિહાસનું પુનર્લેખન જરૂરી

    ૧૧-ઓક્ટોબર-૨૦૧૭


વાત હવે અજાણી નથી કે, મુસ્લિમ ઇતિહાસકારો બાદ અંગ્રેજ ઇતિહાસકારો અને સામ્યવાદી ઇતિહાસકારોએ પણ ભારતના ગૌરવશાળી ઇતિહાસ સાથે ક્રૂર રમત રમી છે. ત્યારે હવે સમય છે તથ્યપરક ઇતિહાસનું પુનર્લેખન કરી ભારતના ગૌરવવંતા ઇતિહાસને પુન:જીવિત કરવાનો. પ્રસ્તુત છે અંગે વિશેષ છણાવટ...

કોઈપણ દેશનો ઇતિહાસ તે દેશનું માત્ર અતીત હોય છે, બલ્કે ત્યાંના સમાજ, ધર્મ, શિક્ષા, રાજનૈતિક, આર્થિક તેમજ ન્યાયિક વ્યવસ્થાનું પણ પ્રતિબિંબ હોય છે. ઇતિહાસના માધ્યમ થકી તે દેશની વિકાસયાત્રા તેના જીવનના ઉતાર-ચઢાવ તે દેશના, સમાજના આચાર-વિચાર અને વ્યવહારની ખબર પડે છે. એટલે કે ઇતિહાસમાં કોઈપણ દેશનાં મૂળિયાં હોય છે, જે માત્ર તેને તેના અતીતથી જોડી રાખે છે, સાથે સાથે તેના સબળ ભવિષ્ય માટે દિશાનિર્દેશ પણ કરે છે.

ઇતિહાસના મહત્ત્વને જોતાં વાતનું આશ્ર્ચર્ય નથી કે જ્યારે જ્યારે આપણે ઇતિહાસના લેખન અને તેમાં લિખિત પાઠ્યસામગ્રી બાબતે બહેસ સાંભળીએ. તો આશ્ર્ચર્ય કેટલીક વાર તો ઘટનાઓ અને તથ્યોને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિવાદ થાય છે. બીજા વિશ્ર્વયુદ્ધને લઈ ઇંગ્લેન્ડ, અમેરિકા, ચીન, કોરિયા, જાપાન, ઇઝરાયેલ અને જર્મની વચ્ચે સમયે સમયે બહેસ છેડાતી રહે છે.

કોઈપણ દેશ માટે તેનો ઇતિહાસ કેટલો મહત્ત્વનો છે તે એક ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. ૧૯૯૦ના દાયકામાં કેનેડા સરકારે ઇતિહાસનાં તમામ તત્કાલીન પુસ્તકો રદ કરી નવાં પુસ્તકો લખાવડાવ્યાં. આના માટે સરકારનો તર્ક હતો કે વિદ્યાલયોમાં જે ઇતિહાસ ભણાવાઈ રહ્યો હતો, તેમાં દેશનો ઇતિહાસ ખૂબ ઓછો :, પરિણામે દેશનાં બાળકોને દેશની ખાસ માહિતી હતી અને જે ઇતિહાસ ભણાવાઈ રહ્યો છે, તે તેમને દેશભક્તિથી દૂર કરી રહ્યો હતો. સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસના નામે જે કાંઈપણ ભણાવાઈ રહ્યું છે તેનાથી દેશના નિર્માણની પ્રેરણા તો દૂરની વાત, બાળકોમાં દેશ પ્રત્યે નકારાત્મક ભાવ પેદા થાય છે.

ભારતમાં ઇતિહાસ સાથે છેડછાડ

જેમ ઉપર જણાવ્યું તેમ ઇતિહાસ કોઈપણ દેશ અને સમાજની એક ‚રિયાત અને ઓળખ છે. વ્યક્તિ, પરિવાર, સમાજ કદાચ બચશે, જો આપણો ઇતિહાસ ભૂંસાશે.

ભારતમાં મુસ્લિમ ઇતિહાસકારો દ્વારા પોતાના બાદશાહોની વીરતા અને તેમની ઉપલબ્ધિઓને ખૂબ અતિશયોક્તિપૂર્વક રજૂ કરી. પરંતુ ઇતિહાસના વિધ્વંસની પરંપરા અંગ્રેજ સરકારના સમયથી રૂ થતી. તેઓએ ભારતના ઇતિહાસને એવી રીતે રજૂ કરવાનું રૂ કર્યું કે, દરેક ભારતીય પોતાના ભૂતકાળથી દૂર થઈ જાય અને પોતાના ભૂતકાળને ઘૃણા કરવા લાગે. અંગ્રેજોએ ભારતના ઇતિહાસલેખનમાં આપણને ગૌરવ હતું તેવી તમામ માન્યતાઓ, પ્રથાઓ અને સ્થાપનાઓ પર જબરજસ્ત પ્રહાર કર્યો અને ભારતીય જનમાનસમાં એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે જે કાંઈ શ્રેષ્ઠ છે તે બધું અંગ્રેજોનું છે. ભારતીયો પાસે એવું કશું છે નહીં જેના પર તેઓ ગર્વ કરી શકે.

ભારતીય ઇતિહાસલેખન અને માર્ક્સવાદ

પશ્ર્ચિમી ઇતિહાસકારો પછી ભારતીય ઇતિહાસલેખનને સૌથી વધુ માર્ક્સવાદી ઇતિહાસકારોએ ઘમરોળ્યું છે. માર્ક્સવાદી ઇતિહાસકારો સારી રીતે જાણતા હતા કે, સમાજને બદલવો હશે અને તેને પૂરેપૂરો સામ્યવાદ તરફ લઈ જવો હશે તો તે સમાજને તેનાં મૂળિયાંમાંથી ઉખેડવો પડશે

અને સમાજને તેના ગૌરવશાળી ઇતિહાસથી દૂર કરવો પડશે. તેના માટે સામ્યવાદી ઇતિહાસકારોએ પણ રસ્તો અપનાવ્યો, જે અંગ્રેજોએ અપનાવ્યો હતો. પશ્ર્ચિમી અને સામ્યવાદી ઇતિહાસકારો દ્વારા લખાયેલા ઇતિહાસના અવલોકન પરથી કેટલાક તથ્યો સામે આવે છે.

પ્રાચીન ભારતના ઇતિહાસને રીતે રજૂ કરવામાં આવ્યો છે કે, તેમાં ભારતીયો માટે કશું ગૌરવ કરવા લાયક નથી. દેશની પરંપરાઓ, માન્યતાઓ અને વિશ્ર્વાસને સંપૂર્ણપણે ભ્રમિત કરી રજૂ કરવામાં આવ્યો છે. જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતના ગૌરવશાળી ભૂતકાળને પૂર્ણ રીતે નકારી દેવામાં આવ્યો. તે સમયના શાસકોના આચાર, વ્યવહાર સામાજિક સંરચનાને અપમાનિત કરીને પ્રસ્તુત કરવામાં આવી છે.

મધ્યકાલીન ઇતિહાસને જ્યારે પણ પ્રસ્તુત કરવામાં આવ્યો, ત્યારે મુસ્લિમ બાદશાહોને વધુ શક્તિશાળી ચીતરવામાં આવ્યા. તેની સામે તત્કાલીન હિન્દુ રાજ-રજવાડાંઓને ખૂબ દયનીય બતાવાયાં છે. પરંતુ મધ્યકાલીન ભારતના ઇતિહાસ પર લખાયેલાં પુસ્તકો પર નજર નાખતાં પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે, મધ્યકાલીન ભારતમાં મુસલમાન બાદશાહો સિવાય મોટાં-મોટાં હિન્દુ રાજ્યો પણ હતાં, જેમના પર ક્યારેય મુસ્લિમ આક્રમણખોરો રાજ કરી શક્યા નથી. દિલ્હી સલ્તનતના ઇતિહાસની વાત જ્યારે થાય છે ત્યારે લખવામાં નથી આવતું કે તેના અધીન મોટા ભાગે સિંધુ અને ગંગાના મેદાની ભાગો હતા. ક્યાંક ભાગ્યે ઉલ્લેખ થયેલો જોવા મળે છે કે, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વાઘેલા, ચંદેલ, પરમાર અને યાદવ વંશી રાજાઓનું રાજ હતું. દક્ષિણ ભારતમાં ચેર, પાંડ્ય અને કાકતીઓનું રાજ હતું. તેના પહેલાં ભારતમાં સેન વંશનું રાજ હતું. એવી રીતે આપણે ભારતના ૧૫મી શતાબ્દીના નકશા પર નજર કરીએ તો જોઈએ છીએ કે અસમ, ઓડિસા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન જેવા વિસ્તારો મુસ્લિમોના અધિપત્યમાં હતા. બંગાળ અને કામ રૂપમાં ગૌડ તેમજ અહોમ રાજવંશનું શાસન હતું. તેવી રીતે ઓડિસ્સામાં ગજપતિ શાસન, મેવાડમાં રાજપૂત અને રાણા રાજવંશ મારવાડમાં રાઠોડ, તો દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય હતું.

આવી રીતે જ્યારે આપણે મુગલકાલીન ભારતીય નકશા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે વિજયનગર સામ્રાજ્યમાં હાલનું સમગ્ર દક્ષિણ ભારત આવી જતું હતું. ૧૮મી સદી આવતાં આવતાં મુગલ સામ્રાજ્ય દક્ષિણમાં આગરા પશ્ર્ચિમમાં પટિયાલા અને પૂર્વમાં મેરઠ અને પશ્ર્ચિમમાં હરિયાણાના જીંદ પૂરતું સમેટાઈ ગયું હતું. ઇતિહાસકારોએ આપણને ક્યારેય વાત જણાવી નથી કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિસ્સા અને આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં મરાઠા સામ્રાજ્ય ફેલાયેલું હતું.

બુદ્ધિમાન અને દયાળુ મુસ્લિમ શાસકો !

એનસીઈઆરટી દ્વારા પ્રકાશિત સાતમા ધોરણ અને ૧૨મા ધોરણનાં પુસ્તકો પર નજર કરીએ તો માલૂમ થાય છે કે, પુસ્તકો નર્યાં જૂઠાણાં અને વિદ્વેશથી ભરેલ છે. મુસ્લિમ બાદશાહોને દયાળુ વિદ્વાન, જનતાના મસીહા અને સદ્ગુણોની ખાણ તરીકે બતાવવામાં આવ્યા છે. તેના માટે જૂઠાણાંની સાથે સાથે તથ્યોને સંપૂર્ણ રીતે તોડી-મરોડી રજૂ કરાયાં છે. અલાઉદ્દીન ખિલજીને એક દયાળુ અને સુધારકના રૂપે રજૂ કરાયો છે. પરંતુ પુસ્તકમાં નથી જણાવાયું કે, તે પોતાના કાકાની હત્યા કરી ગાદી પર બેઠો હતો. તેણે ફરમાન કર્યું હતું કે, જે હિન્દુ જજિયા વેરો આપે તેનો કતલ

કરો અથવા તેને ગુલામ બનાવી દો. ફિરોજ શાહ તુઘલખને લઈને પણ ફિરોજશાહીમાં ખૂબ લખાયું છે. કેવી રીતે તેણે લાખો હિન્દુઓની કત્લેઆમ કરી મંદિરો અને દેવતાઓની પ્રતિમાઓ તોડી અને ઇસ્લામના નામે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવ્યું. બધાં તથ્યોનું આલેખન કરતાં એનસીઈઆરટીનાં મધ્યકાલીન ઇતિહાસના પુસ્તકોમાં તેને એક રહેમદિલ, વિદ્વાન અને બિનસાંપ્રદાયિક સમ્રાટ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

મહંમદબિન તુઘલક દ્વારા રાજધાની દિલ્હીથી દૌલતાબાદ લઈ જવા માટે દિલ્હીની સમગ્ર આબાદીને જે રીતે દુષ્કાળ, ભૂખમરો, કત્લેઆમનો સામનો કરવો પડ્યો. તેનો ઉલ્લેખ એનસીઈઆરટીનાં પુસ્તકોમાં જોવા મળતો નથી. પુસ્તકોમાં લગભગ ૨૫૦ વર્ષોના ઇતિહાસમાં હિન્દુઓની કત્લેઆમ લાખો મંદિરોનો ધ્વંસ અને જજિયાવેરાનો ક્યાંય ઉલ્લેખ આવતો નથી. તેના બદલે મુગલ બાદશાહોને દયાળુ, સાદગીપસંદ, ન્યાયપ્રિય તેમજ બિનસાંપ્રદાયિક રાજાઓના રૂપમાં પ્રસ્તુત કરાયા છે.

હિન્દુ રાજ્ય ને રાજાઓની મજાક

આની સામે જ્યારે આપણે સમકાલીન હિન્દુ રાજ્ય-રાજાઓની વાત પુસ્તકોમાં વાંચીએ છીએ તે માત્ર ઇતિહાસનાં તથ્યોથી દૂર નજરે પડે છે, સાથે સાથે પણ સ્પષ્ટ થાય છે કે, એનસીઈઆરટીનાં પુસ્તકોના લેખકોને હિન્દુ શબ્દથી નફરત છે. હિન્દુ રાજાઓની મજાક ઉડાવવી, તેમના શાસનકાળને બદતર ગણાવવો, તેમની ઉપલબ્ધિઓને પૂરી રીતે નકારવી તે બાબતને લેખકોએ પોતાનું પરમ કર્તવ્ય સમજ્યું છે.

દાખલા તરીકે શિવાજીને માત્ર એક નાના સામંત રાજાના રૂપમાં દર્શાવાયા છે. સાતમા ધોરણના પુસ્તકના પાના નં. પર લખેલું છે. કે એક સામંતનું કેટલાક ગામો પર રાજ હતું. તે તમામ વળી કોઈ મોટા રાજ્યના નાના ભાગ સમાન હતું. શિવાજીના પુસ્તકમાંમરાઠા સેનાપતિ શિવાજી’ તરીકે ઉલ્લેખ થયો છે. જ્યારે હકીકત છે કે શિવાજીના જીવનકાળમાં તેમનું સામ્રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટકમધ્યપ્રદેશ તેમજ ગુજરાતના સૂરત સુધી પહોંચી ગયું હતું. દુ:ખની વાત છે કે પ્રકારનાં પુસ્તકો જે દેશ, સમાજ અને ભૂતકાળને સાથે રમત સમાન છે. તે માત્ર શાળાઓમાં ભણાવાઈ રહ્યાં છે. સાથે સમાજમાંથી પણ આની વિરુદ્ધ અવાજ ઊઠતો નથી. ત્યારે સમય છે સમાજે જાગી આગળ આવી વિકૃત ઇતિહાસના સ્થાને એક તથ્ય પરખ સાક્ષીપરક અને રાષ્ટ્રપરક ઇતિહાસલેખનની પહેલ કરે.

* * *

(લેખક દિલ્હી વિરાસત અનુસંધાન સંસ્થાનના સંસ્થાપક અને નિર્દેશક છે.)

 - પ્રો. મખ્ખનલાલ