ઠપકો અને ઇનામ !

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૭


 

 

 
ઘણા જૂના સમયની વાત છે. ઘણે દૂર પહાડ ઉપર ગામથી થોડે દૂર અલગ એક મકાન હતું. મકાન પાસેથી ઢાળથી ઊતરતાં એક નદી હતી. નદીની પેલી બાજુ ગાઢ જંગલ હતું. એમાં નાનાં મોટાં જાનવરો હતાં. ક્યારેક ક્યારેક સિંહની ત્રાડ પણ સંભળાતી હતી. ખબર નથી કે, સિંહ જંગલમાં રહેતો હતો કે ક્યાંકથી આવતાં જતાં, હરતા-ફરતાં જંગલમાંથી પસાર થતો હતો. સિંહની ખબર નથી, પરંતુ શિયાળ જરૂર જગંલમાં રહેતાં હતાં. ગંદુ દુષ્ટ શિયાળ, કાળું, મોટા-મોટા દાંતોવાળું, વિચિત્ર પૂંછડીવાળુ, અણિયારા નખવાળું, શિયાળ હતું દુષ્ટ. હંમેશા મોકો શોધતું રહેતું. ગામ તરફ દોડતું જાય અને ઉઠાવી લાવે કોઈ ઘેટા-બકરાનું બચ્ચું. એકવાર તો માનવીના નાના બાળકને ઉઠાવી લાવ્યું. તરત લોકોને ખબર પડી, તો તરત લાકડી લઈને એની પાછળ પડ્યા. પકડી તો ના શક્યા, પણ ખેંચી ને એવો છૂટ્ટો દંડો માર્યો, જે એના પગ પર જઈને જોરથી વાગ્યો. શિયાળ ચીસ પાડી ઊઠ્યું. એના મ્હોમાંથી પેલું માનવ-બાળ છૂટી ગયું. બાળકને છોડીને વેદનાથી ચીસો પાડતું, લંગડાતું, કણસતું જંગલ તરફ ભાગ્યું.

પેલું જે મકાન પહાડી ઉપર હતું તે ગામથી સાવ અલગ હતું. એમાં રહેતી હતી એક માતા અને એનાં ત્રણ બાળકો. એકનું નામ હતું બાબુ, બીજાનું નામ હતું મનુ અને ત્રીજાનું નામ હતું કનુ. એક માતા, ત્રણ ભાઈ બાબુ, મનુ અને કનુ. મનુ સૌથી મોટો હતો. શાણો અને હોશિયાર હતો. બાબુ તોફાની અને કનુ સૌથી નાનો. સૌથી વધુ સીધો અને ભલો હતો. ઘરમાં બાળકો નાના-નાના, એકલા હતા બહાર ના જાય તો કામ પણ ના થાય. એણે ખૂબ-ખૂબ વિચાર્યું. માતા ચિંતાતુર બની ગઈ. માને ચિંતાતુર જોઈ બાળકો બોલ્યા, ‘મા, તું ચિંતા ના કરીશ. તું તારે જા અમે દરવાજો બંધ કરી દઈશું અંદરથી. તુ જ્યાં સુધી પાછી નહીં આવે ત્યાં સુધી અમે ખોલીશું નહીં.’

તમે દરવાજો બંધ કરશો કેવી રીતે ?’

ખુરશી પર ચઢીને, મનુએ ખુરશી પર ચઢીને માતાને દરવાજાની ચટકણી બંધ કરીને બતાવી. માતા ગભરાતી-ગભરાતી, જલ્દી પાછા આવવાનું કહીને ચાલી નીકળી.

માતા ચાલી ગયા પછી મનુએ પોતાના નાના ભાઈઓને પ્રેમથી રાખ્યા. ત્રણે થોડી વાર ભણ્યા, રમ્યા. થોડુંક ખાધું. સાંજ પડી. ધીમે-ધીમે રાત પણ થઈ. કનુને માતાની યાદ આવી, બાબુ ઉદાસ થઈ ગયો. મનુ ડાહ્યો-ડમરો થઈને ભાઈઓની પાસે બેઠો અને ભાઈઓને વાર્તા સંભળાવવા માંડી - ‘એક હતો રાજા. એક દિવસ...’

ત્યાં બાળકોને અવાજ સંભળાયો - ‘ઉક...ઉક...ઉક...!’

માતા આવી ગઈકનુ દરવાજા તરફ ગયો, બાબુ પણ દોડ્યો.

મનુએ કહ્યું, ‘ઊભા રહો, ઊભા રહો, પહેલા બારીમાંથી જોઈ લઈએ.’ બાળકો હોશિયાર હતા. દરવાજો ના ખોલતા, બારીમાંથી જોયું. કોઈ ના દેખાયું. હતું પેલું શિયાળ પણ તે હતું ચતુર-ચાલાક, સંતાઈને ઊભું રહ્યું. બાળકોને ના દેખાયું. બાળકોએ પૂછ્યું - ‘કોણ છે ?’

હું છું તમારી દાદી.’

કનુએ કહ્યું, ‘દાદી આવી ગઈ, દાદી આવી ગઈબાબુ દરવાજો ખોલવા લાગ્યો. મનુભાઈએ એને અટકાવ્યો - ‘ દાદીનો અવાજ નથી.’

મને શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ છે. ગળું ખરાબ થઈ ગયું છે.’ મનુ, બાબુ, કનુ, દરવાજો ખોલો બેટા. શિયાળ ચાલાકી કરી રહ્યું હતું.

હા, દાદી છે, દાદી છે, ખોલો, ખોલોમનુ ભાઈ ના પાડતા રહી ગયા, પણ બાબુએ ખુરશી પર ચઢીને દરવાજો ખોલી નાખ્યો હતો. દરવાજો ખોલતાં લાઇટગઈ. અંધારુ છવાઈ ગયું. બાળકો અંધારામાં શિયાળને ના જોઈ શક્યા.

શિયાળને પેલી ખુરશી ના દેખાઈ. જેના પર ચડીને બાબુએ દરવાજો ખોલ્યો હતો. ભટકાયું ખુરશી સાથે અને પડ્યું ધડામ કરતું. એને ખૂબ વાગ્યું. મનુ ભાઈ ટોર્ચ શોધવા લાગ્યા, પણ અંધારામાં મળી નહીં.

શિયાળ અંધારામાં ફાંફાં મારીને પલંગ પર ચઢી ગયું. બાળકોને કહેવા લાગ્યું. ‘આવો મારી પાસે બેસો, તમને વહાલ કરું.’

કનુ દોડીને દાદીના ખોળામાં ચઢી ગયો, બાબુ પણ મનુભાઈ પણ થોડે દૂર બેઠો. એનો સ્પર્શ કર્યો તો શિયાળના વાળનો અનુભવ થયો.

દાદી, શું છે ?’ મનુભાઈએ પૂછ્યું, ‘ મારી મજાની ચામડી છે.’ શિયાળે કહ્યું. બાબુએ દાદીના હાથનો સ્પર્શ કર્યો. - આટલા મોટા-મોટા નખ. અણિયાળા. બાબુએ પૂછ્યું, ‘દાદી, તમારા નખ આટલા મોટા કેમ છે ?’

અરે ભાઈ, નેલ કટર કે કાતર કે બ્લેડ કંઈ ના મળ્યું. કેટલાય દિવસ થઈ ગયા.’ શિયાળે કહ્યું. કનુ બેઠો હતો ખોળામાં. શિયાળે એના તરફ મ્હોં કર્યું. ગંધ મારી. કનુએ મ્હોંને ચુંબન કર્યંુ તે રડવા લાગ્યો. દાદીએ કહ્યું, ‘કેમ રડે છે ચૂપ ?’ કનુ ચૂપ ના થયો.

મનુભાઈએ કહ્યું - ‘એને બાથરૂમ જવું છે.’

પલંગ પરથી ઊતરીને જમીન પર કરી લો.

રૂમ ગંદો થઈ જશે.’

બાબુએ કહ્યું - ‘મારે પણ જવું છે. મનુભાઈએ કહ્યું - મારે પણ જવું છે.’

શિયાળે કહ્યું - ‘ત્રણે જાઓ, જલદી-જલદી

ત્રણે રૂમમાંથી ઝડપથી નીકળ્યા. એકદમ દોડ્યા. મનુભાઈ હોશિયાર હતા. બહાર નીકળ્યા પછી ‚મનો દરવાજો બહારથી બંધ કરી દીધો. ત્રણ બાળકો બહાર આવી ગયા.

શિયાળ અંદર રહી ગયું. દરવાજા બન્ને બાજુથી બંધ, લાઇટ જતી રહી હતી. તે પાછી આવી ગઈ. પછી બારીમાંથી બાળકોએ જોયું તો દાદી હતાં નહીં. તો હતું કાળું મોટું શિયાળ, દુષ્ટ શિયાળ.

બાળકો બહાર હતા. દરવાજો બંધ હતો. શિયાળ અંદર હતા. બાળકોએ બૂમાબૂમ કરી. ખૂબ બૂમાબૂમ કરી મૂકી. ગામવાળા દંડા લઈને આવી પહોંચ્યા. શિયાળને મારી-મારીને મરણતોલ કરી નાખ્યું. એટલામાં મા આવી ગઈ. બધાએ કહ્યું, ‘બાળકો તો ખૂબ હોશિયાર. શિયાળને બરબાર ફસાવી દીધું.’

બાળકો ખડખડાટ હસ્યા. મા પણ હસી, છતાં પણ બાળકોને ધમકાવ્યા. ‘તમે દરવાજો કેમ ખોલ્યો ? ઇનામ મળ્યું. શિયાળને ફસાવવાનું અને ઠપકો મળ્યો દરવાજો ખોલવા માટે.’