શિયા કે રામ - શ્રીરામને શિયા મુસ્લિમ 30 ચાંદીના તીર ચઢાવશે

    ૧૭-ઓક્ટોબર-૨૦૧૭

 
અયોધ્યામાં તૈયાર થનારી ભગવાન શ્રીરામની પ્રતિમાને શિયા સમાજનાં લોકો એક સાથે મળીને ચાંદીના તીર અર્પણ કરશે. આ તીર દેશમાંથી આતંકવાદનો ખાતમો બોલાવવાનું પ્રતીક બનશે. આ ચાંદીના તીરને ચઢાવવા માટે શિયા સમાજનાં લોકોએ શિયા વકફ બોર્ડ સામે પ્રસ્તાવ મૂક્યો છે. તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામની 100 મીટરની પ્રતિમા બનાવાઈ રહી છે. આ મૂર્તિને શિયા સમાજનાં લોકોએ 10 ચાંદીનાં તીર અર્પણ કરવાની જાહેરાત કરી છે. આ માટે યૂપી શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી સામે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
અધ્યક્ષ વસીમ રિઝવીએ આ પ્રસ્તાવ અંગેની જાણકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપી છે. તેમણે એક પત્ર લખીને મુખ્યમંત્રી યોગીજીની આજ્ઞા માંગી લે છે કે, શિયા મુસ્લિમ ભગવાન રામની પ્રતિમાને ૧0 ચાંદીના તીર ભેટ સ્વરુપે અર્પણ કરવા માટેની અપીલ કરી રહ્યાં છે. તેમણે એમ પણ લખ્યું કે આ તીર આતંકવાદ સામે ભારતની લડાઈ માટેનું પ્રતિક બનશે. તેમણે કહ્યું, જેવી રીતે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે દુષ્ટતા સામે યુદ્ધ કર્યું હતું. તેમજ રાક્ષસોનો પોતાનાં ધનુષ અને બામોથી સંહાર કર્યો હતો. એવી જ રીતે અમે ઇચ્છીએ છે કે અમારા દ્વારા ભેટમાં અપાયેલા તાર આતંકવાદ વિરુદ્ધના સંઘર્ષનાં એક પ્રતીક તરીકે માનવામાં આવે જેથી દરેક પ્રકારનાં ધર્મોનાં લોકો ભારતમાં શાંતીપૂર્વક રહી શકે.