AUS વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ટીમ જાહેર
SadhanaWeekly.com       | ૦૨-ઓક્ટોબર-૨૦૧૭

 
બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી 3 ટી20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. આ સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં 7 ઓક્ટોબર રમાશે. ટી20 સિરીઝમાં શિખર ધવનને સ્થાન મળ્યું છે અજિંક્ય રહાણેની બહાર કરવામાં આવ્યો છે. જ્યારે કે, ટી20માં 8 મહિના બાદ આશિષ નેહરાને ફરી સ્થાન આપવામાં આવ્યું છે.
 
નેહરાનું 8 મહિના બાદ કમબેક, દિનેશ કાર્તિક પણ ટીમમાં સામેલ

- ટી20 સિરીઝ માટે રહાણે ઉપરાંત ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને સ્થાન નથી આપવામાં આવ્યું.
- સિનીયર ખેલાડી આશિષ નેહરાને 8 મહિના બાદ ફરી ટીમમાં સ્થાન મળ્યું છે. નેહરાએ છેલ્લે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 મેચ રમી હતી.
- પત્નીના ખરાબ સ્વાસ્થ્યને કારણે વનડે સિરીઝ ગુમાવનાર ધવનને ટી20માં સ્થાન આપવામાં આવ્યું છે.