અમિતાભના KBC 9માં આ મહિલા બની ગઈ કરોડપતિ
SadhanaWeekly.com       | ૦૨-ઓક્ટોબર-૨૦૧૭

 
'કૌન બનેગા કરોડપતિ'ના તમામ ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. 'કેબીસી 9'ને પહેલા કરોડપતિ કન્ટેસ્ટન્ટ મળી ગયા છે. જાણીતા અંગ્રેજી પોર્ટલ મુજબ, આ સીઝનની પહેલી કરોડપતિ સ્પર્ધક બનેલી અનામિક મજુમદાર જમશેદપુરી રહેવાસી છે.
પહોંચી હતી જેકપોટ સવાલ સુધી
અનામિકા 7 કરોડ રૂપિયાના જેકપોટ પ્રશ્ન સુધી પહોંચી હતી. જોકે તેણીએ ક્વિટ કરવાનો નિર્ણય કર્યો અને ઘરે 1 કરોડ રૂપિયાની રકમ લઈને ગઈ હતી. આ પહેલા 14 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થયેલા એપિસોડમાં બિરેશ ચૌધરી નામનો સ્પર્ધક 15માં સવાલ સુધી પહોંચ્યો હતો. અમિતાભ બચ્ચને તેને “biggest winner”નું ટાઈટલ આપ્યું હતું. પરંતુ હવે આ ટાઈટલ અનામિકા પાસે ચાલ્યું ગયું છે.