US: લાસ વેગાસમાં કસિનોમાં અંધાધૂંધ ગોળીબાર, 20નાં મોત
SadhanaWeekly.com       | ૦૨-ઓક્ટોબર-૨૦૧૭

 
લાસ વેગાસના સનસેટ સ્ટ્રિપ વિસ્તારમાં માંડલે-બે-કસિનો પાસે આજે ગોળીબાર થયો છે. આ કસિનોમાં મ્યુઝિક ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. જે દરમિયાન કોઇ શખ્સે ગોળીબારી કરતાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે લોકોનાં મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી છે. જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે.
 

 
- લાસ વેગાસ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને લોકોને ઘટનાસ્થળેથી દૂર જવાનું કહ્યું છે.
- સોશિયલ મીડિયા પર ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ વીડિયો પોસ્ટ કર્યા છે. આ વીડિયોમાં ઘટનાસ્થળથી લોકો ભાગતા જોવા મળે છે.
- વીડિયોમાં જે ગોળીબારીનો અવાજ સંભળાય છે તે ઓટોમેટિક બંદૂકનો હોવાનું અનુમાન છે.
- ઘટનાસ્થળની તસવીરોમાં પોલીસ ભારે સંખ્યામાં પહોંચી ગઇ છે.
- એક હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 20 લોકો ગોળીબારીથી ઘાયલ થયા છે, જેનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે.