હમારે યહાં જબ બચ્ચા જન્મ લેતા હૈ તો હાથ મેં તકદીર કી જગહ કર્જ કી રકમ લિખ કે લાત હૈ…
SadhanaWeekly.com       | ૩૦-ઓક્ટોબર-૨૦૧૭

 
 
એક ધાકડ ફિલ્મનું ટ્રેલર આવ્યું છે.ફિલ્મનું નામ છે “કડવી હવા” ફિલ્મનું ટ્રેલર જુવો એટલે તરત અંદાજો આવી જાય કે આ આપણા દેશની કડવી વાત પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ૨૪ નવેમ્બરે રીલીઝ થવાનું છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર એક્ટર સંજય મિશ્રાએ નિભાવ્યું છે. જેનો રોલ જોઇને જ તમારા રૂવાડા ઉભા થઈ જશે. ગ્લોબલ વોર્મિંગના કારણે જે બદલાવ આવે છે ત બદલાવને દેખાડતી આ ફિલ્મની વાર્તા છે.
 
વાર્તા કંઈક એવી છે કે ચંબલનું એક ગામ છે બિહડ. આ વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી વરસાદનું એક ટીપુ પણ નથી પડ્યું. ખેતી થતી નથી. લોકો હેરાન છે. ગામના લોકો કુદરતી રીતે નહિ પણ આત્મહત્યા કરી રહ્યાં છે. બસ આ સ્થિતિને રજું કરતું આ ફિલ્મ છે. ફિલ્મ નીલા માધવ પંડાએ બાનાવ્યું છે. ટ્રેલર જોતા લાગે કે પાત્રો અને તેમની એક્ટીંગ દમદાર છે. જો એક દમદાર એક્ટીંગવાળી ફિલ્મ જોવી હોય તો આ ફિલ્મ જોવી જોઈએ…
જુવો ટ્રેલર...