ઝંક ફૂડ બહુ ભાવે છે… કેટલાક ખાવા જેવા પૌષ્ટિક ઝંક ફૂડ

    ૩૦-ઓક્ટોબર-૨૦૧૭


ડોક્ટરો, વિશેષજ્ઞો આપણને હંમેશા ઝંકફૂડથી દૂર જ રહેવાની સલાહ આપે છે, પણ બધા આવા ફૂડ ખરાબ હોતા નથી. આપણે ઝંક ફૂડ એટલે શું એ પહેલા સમજવું જોઈએ. જો કે ઝંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ ફૂડ, સ્ટ્રીટ ફૂડ, આ બધાની વ્યાખ્યા આપણા માટે એક જ છે. ટૂંકમાં બહારનું તીખું, ચટપટું, સુગંધીદાર, જોઈને ખાવાનું મન થાય તેવું ફૂડ એટલે ઝંક ફૂડ… તેમાં ચેવડો, સમોસાથી લઈને સેન્ડવિચ, પીઝ્ઝા, વડાપાંઉ સુધી બધુ જ આવી જાય. ઝંક ફૂડ એટલે ખરાબ એવી છાપ આપણા મનમાં પહેલેથી જ ઘર ગઈ છે, પણ સાવ એવું નથી. થોડું ધ્યાન રાખવામાં આવે તો ઝંક ફૂડ પણ હેલ્દી બની શકે છે. જુઓ કેટલાક હેલ્દી ઝંક ફૂડ…
 

 
 
ચીપ્સ-વેફર
ઉપવાસ હોય કે ઘરની બહાર હોઈએ ભૂખ લાગી હોય એટલે તરત આપણી પહેલી ચોઈસ વેફર પર ઉતરે. બજારમાં આજે અનેક પ્રકારની અને અનેક ફ્લેવરવાળી વેફર વેચાય છે. પાનના ગલ્લાથી લઈને મોટા મોલ સુધી બધે જ તમને વેફરના પડીકા લટકેલા જોવા મળશે. આપણા વડીલો, ડોક્ટરો આપણે આમ તો વેફર ખાવાની ના જ પાડે છે. કેમ કે તે ઝંક ફૂડ છે, પણ એવું નથી. ઘરે બનાવેલી શુદ્ધ તેલમાં તળેલી બટેકાની કે કેળાની વેફર ખાવામાં કોઈ વાંધો નથી. અને જો બહારની વેફર ખાવી જ હોય તો થોડું ધ્યાન રાખો. જુદા જુદા ફ્લેવરવાળી કે ચટપટા મસાલાવાળી વેફરના જગ્યાએ સાદી પાતળી બટેકાની કે કેળાની વેફર ખાવ. કેળા અને બટેકાથી શરીરને ઊર્જા મળે છે. બસ, તેમાં મસાલા કે ફ્લેવર ભળવાથી તે થોડી નુકસાનકારક બની જાય છે.
 

 
 
ચોકલેટ 
ચોકલેટ કોને ન ભાવે ? આજથી ઝંક ફૂડ ખાવું જ હોય તો ચોકલેટ પર પણ પસંદગી ઉતારી શકાય. ચોકલેટના બે પ્રકાર છે. એક સફેટ (વાઈટ) અને બીજી ડાર્ક ચોકલેટ. સફેદ ચોકલેટ દૂધમાંથી બને છે, પણ આ ચોકલેટ આવકાર્ય નથી સંશોધકો કહે છે કે સફેદ ચોકલેટ ખાવા યોગ્ય તો છે પણ પોષણયુક્ત કે આરોગ્યવર્ધક નથી. માટે ખાવી જ હોય તો ડાર્ક ચોકલેટ ખાવ. ડાર્ક ચોકલેટ કોકોઆમાંથી બને છે અને કોકોઆ આરોગ્યવર્ધ છે. તે શરીરમાં લોહીની પરિભ્રમણની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. જેનાથી લોહી ગંઠાતુ નથી. સ્ટ્રોક અને હૃદયરોગનું જોખમ ઘટે છે. બીજું આજકાલ અનેક પૌષ્ટિક સુકામેવા વાળી ડાર્ક ચોકલેટ મળે છે. આવી ચોકલેટ પણ ખાઈ શકાય.
 


 
સેન્ડવીચ-વડાપાંઉ-પિઝ્ઝા :
મોટાભાગે બધા જ સેન્ડવિચ, પિઝ્ઝા, વડાપાંઉ … જેવા ફૂડથી દૂર રહેવાનું સૂચન કરતા હોય છે. છતાં આપણે તે ખાઈએ છીએ. આપણાથી ખાવામાં કન્ટ્રોલ થતો નથી. કંઈ વાંધો નહી પણ આ ખાવામાં થોડું ધ્યાન તો રાખી શકાય ને ? આજ કાલ આ ઝંક ફૂડમાં લીલા શાકભાજી અને ફળનો ઉપયોગ થઈ રહ્યો છે. ખાવા જ હોય તો આવા ઝંક ફૂડ ખાવ. તમે વેજિટેબલ સેન્ડવીચ ખાઈ શકો, વેજિટેબલ પીઝ્ઝા ખાઈ શકો. તમે ચીઝ, માખણવાળું ફૂડ પણ ખાઈ શકો. કે જેથી આ ફળો અને વેજિટેબલમાંથી શરીરને પોષણ મળી શકે.
 

 
 
આઈસ્ક્રીમ :
નાનાથી લઈને વૃદ્ધ સુધી સૌને માટે આઈસ્ક્રીમ પ્રિય ખોરાક છે. આઈસ્ક્રિમ હેલ્દી જ છે. આઈસ્ક્રિમને જો પ્રમાણમાં ખાવામાં આવે તો તે હેલ્દી જ છે કારણ કે તેમાં કેલ્શિયમ, ફોસફરસ, પોટેશિયમ હોય છે. જે શરીરનું બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખે છે, ઉપરાંત જો કાજુ, બદામ, અંજીર જેવા સુકામેવા વાળો આઈસ્ક્રિમ હોય તો તેમાં પ્રોટીન અને અનેક વિટામીન ભળે છે. જેનાથી શરીરને પોષણ મળે છે.
 

 
 
મિલ્સસેઈક :
ઠંડા પીણાની જગ્યાએ મિલ્કસેઈક કે લસ્સી વધારે હેલ્દી છે. આજે અમૂક પ્રકારના મિલ્કસેઈક તમને આરામથી મળી રહેશે. સુકો મેવો, ફ્રૂટવાળો મિલ્કસેઈક વધુ પોષણયુક્ત હોય છે.
બિસ્કીટ : આરોગ્યને વાંધો મેદાથી છે. મેદા વગરનું કોઈ પણ ઝંક ફૂડ ખાવ, પણ બિસ્કીટમાં તો નકરો મેદો જ આવે છે, પણ આજ કાલ ઘઉંના લોટમાંથી બનેલા મેદા રહિત બિસ્કીટ પણ મળી રહ્યા છે. બિસ્કીટ ખાવા જ હોય તો મેદા વગરના બિસ્કીટ ખાવા જોઈએ. મુખ્ય વાત એ છે કે ઘઉંના લોટમાંથી બનેલ બિસ્કીટનો સ્વાદ પણ અન્ય બિસ્કીટ જેવો જ હોય છે.