એક ફોન નંબરે બાંગ્લાદેશી રીક્ષાવાળાની જિંદગીમાં તોફાન મચાવ્યું
SadhanaWeekly.com       | ૧૧-નવેમ્બર-૨૦૧૭


 

બાંગ્લાદેશનો એક રિક્ષાવાળો હાલ તેને આવતા સતત ફોન કોલ્સથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યો છે. વાત એમ છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં પ્રદર્શિત થયેલી ફિલ્મરાજનીતિમાં બાંગ્લાદેશી સુપરસ્ટાર સાબિકખાન ફિલ્મનાં એક દૃશ્યમાં પોતાની સ્ત્રીમિત્રને પોતાનો ફોન નંબર આપે છે. જો કે નંબર સાબિક ખાન માટે માત્ર દૃશ્યનો એક ભાગ હતો, પરંતુ ફોન અહીંના ઈલાઝૂલ મિયાં નામના રિક્ષાવાળાનો નીકળ્યો. હવે બાંગ્લાદેશની યુવતીઓ દિવસ-રાત નબર પર ફોન કરી ઈલાઝૂલને મળવાની જીદ કરે છે. એક પ્રશંસક તો ફોન ટ્રેક કરી તેના ઘર સુધી પણ પહોંચી ગઈ હતી. ગડબડને કારણે બિચારા રિક્ષાવાળાનું ઘર ભાંગવાને આરે છે. તેની પત્નીએ પણ તેને છોડી ચાલ્યા જવાની ધમકી આપી છે.