કોંગ્રેસ હવે દલિતો કે મુસ્લિમોની પાર્ટીની છાપ ભૂસવા માગે છે….
SadhanaWeekly.com       | ૦૩-નવેમ્બર-૨૦૧૭

 
 
આ વખતે મીડિયામા હાર્દિક,અલ્પેશ અને જીગ્નેશ છવાયેલા રહ્યા. અલ્પેશ  કોંગ્રેસમાં બેસી ગયા છે. એટલે તેમની વાત પર મીડિયાને વધારે રસ રહ્યો નથી. હાર્દિક અને જીગ્નેશ રાહુલ ગાંધીને મળવા માંગે છે પણ આ વખતે કોંગ્રેસને તેમા રસ નથી.  કોંગ્રેસને ડર લાગે છે. એનું કારણ પણ છે. કોંગ્રેસ અત્યાર સુધીની ચુંટણીઓમાં દલિતો અને મુસ્લિમોની પાર્ટી બનીને લડતી આવી છે. કોગ્રેસના કોઇ નેતા ગુજરાતમાં આવે એટલે પહેલા એક દલિત આગેવાન અને પછી એક મુસ્લિમ આગેવાનની મુલાકાત લેતા અને પાછા જતા રહેતા. ભાજપને આમા કોઇ વાંધો ન હતો, પણ રસ હતો કે કોંગ્રેસ આવું કર્યા રાખે તો સારું. કેમ કે મુસ્લિમો અને દલિતો આમ પણ ભાજપને મત આપતા નથી. એ તો પહેલેથી જ કોંગ્રેસની સાથે છે. પણ આમ થવાથી દલિત અને મુસ્લિમો સિવાયના મોટા ભાગે ઓબીસી સમાજ અને સવર્ણો ભાજપ સાથે જોડાઈ ગયા. જેનું પરિણામ ભાજપને ૨૦ વર્ષ સુધી મળ્યુ. પણ લાગે છે કે કોંગ્રેસને આ વાત ની હવે ખબર પડી ગઈ છે. તે હવે માત્ર દલિતો અને મુસ્લિમોની પાર્ટી બનીને ચૂંટણી લડવા માંગતી નથી. એટલે હવે કોંગ્રેસે દલિતો અને મુસ્લિમો ને જે પહેલાથી જ તેમની સાથે છે તેમને સાઈડમાં કર્યા છે.
 
કોંગ્રેસને ખબર છે કે તેમના મત ક્યાંય જવાના નથી. એટલે જુવો રાહુલ ગાંધી ગુજરાતમા આવ્યા તો તેમણે પણ મંદિરોમાં જવાનું નકી કર્યુ. જે પહેલા એક દલિત આગેવાન અને પછી એક મુસ્લિમ આગેવાનની મુલાકાત લેતા તે મંદિરોમા જવા લગ્યા. મસ્જિદમા પણ ગયા નહિ. કદાચ એટલા માટે જ દલિતોના નેતા જીગ્નેશ ને પણ મળ્યા નહિ. જીગ્નેશને તો રાહુલ ને મળીને કોંગ્રેસમાં જોડાવવું જ છે. કેમ કે જીગ્નેશ પાસે બીજો કોઇ વિકલ્પ નથી. પણ કોંગ્રેસ હવે દલિતો કે મુસ્લિમોની પાર્ટીની છાપ ભૂસવા માગે છે. એટલે કદાચ રાહુલ હવે જીગ્નેશભાઇને મળાવાના નથી. આ વાતની જાણ જીગ્નેશને થઇ ગઈ છે એટલે જ કાલ સુધી ચુંટણી લડવાની વાત કરતા જીગ્નેશભાઇ હવે કહે છે કે હું ચુંટણી લડવાનો નથી કે કોઈ પક્ષ માટે મત માંગવાનો નથી…