જનતા અસંમંજસમાં છે. કોની સાથે જોડાવું? અલ્પેશ સાથે? હાર્દિક સાથે? કે કોંગ્રેસ સાથે?
SadhanaWeekly.com       | ૦૩-નવેમ્બર-૨૦૧૭ 

અલ્પેશ ઠકોરની વાત નિરાલી છે. તેના બેક્ગ્રાઉન્ડની વાત જવા દો…. પણ અલ્પેશભાઇ આંદોલન પૂરતા ભાજપના માણસ ગણાતા પણ હવે જોડાઇ ગયા છે કોંગ્રેસમાં પણ દારૂબંધીનો પ્રશ્ન બાજુ પર મુકીને. કોંગ્રેસે કહ્યું નથી કે અમારી સરકાર આવશે તો દારૂબંધી પર કડક અમલ થાશે. અને તેમ છતાં વ્યસનમુક્તીની વાતો કરનારા અલ્પેશભાઇ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કેમ કે અલ્પેશને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બક્ષીપંચની રાજનીતિ કરીને આગળ આવ્યા છે. ઓબીસી સમાજ પહેલાથી ભાજપ તરફી રહ્યો છે અને પટેલોને અનમત આપવાથી સમાજ વધારે ભાજપ તરફ જુક્યો છે.

 
અલ્પેશને ઓબીસી સમાજનો નેતા ગણવામાં આવે છે પણ તે ઓબીસી સમાજનો સ્વંયભૂ બની બેઠેલો નેતા છે. ઠાકોર સમાજ સિવાય તે કોઈનો નેતા નથી. બહુમતિ છે તે બક્ષીપંચની ૧૪૭ જ્ઞાતિ છે. જેને અત્યાર સુધી ભાજપ પર વિશ્વાસ રહ્યો છે. અને હાલ પણ છે એવુ વડાપ્રધાન પણ માને છે. એટલે કદાચ અલ્પેશને કોંગ્રેસમાં જવા દેવાયો છે. અહિં એક વાત સમજવા જેવી છે કે પટેલ અનામત આંદોલનની સામે અલ્પેશે ઓબીસીનું આંદોલન શરૂ કર્યુ હતુ. સ્વભાવિક છે તે પટેલોના આંદોલન સામે ભાજપને મદદ કરનારું હતું. અલ્પેશને લાગતું હતુ કે તેને ભાજપમાં જ્ગ્યા મળી જશે પણ એવું થયુ નહિ. એટલે છુટકે અલ્પેશને કોંગ્રેસમાં જોડાવવું પડ્યુ છે. કોંગ્રેસ સાથે જેને પટેલ આંદોલનનો ફાયદો મળે માટે અલ્પેશે ઓબીસી આંદોલન શરૂ કર્યુ હતું
 
હવે બન્ને વિરોધીઓ એક પક્ષમા એટલે કે કોંગ્રેસમાં છે. જનતા અસંમંજસમાં છે. કોની સાથે જોડાવું અલ્પેશ સાથે? હાર્દિક સાથે કે કોંગ્રેસ સાથે????
 
જનતા કોનું સાચુ માનશે? એક વાર નીચેની લિંક પર જઈ લોકોના કોમેન્ટ આ સંદર્ભે વાંચવા જેવા છે...