દુનિયાભરમાં વોટ્સએપ એપ કલાક માટે બંધ થયા પછી ફરિ શરૂ - કરોડો લોકો ગોથે ચડ્યા
SadhanaWeekly.com       | ૦૩-નવેમ્બર-૨૦૧૭

 
 
લોકોમાં સૌથી લોકપ્રિય એપ વોટ્સએપ થોડા સમય માટે ક્રેશ થઈ ગયું હતું. એપ અચાનક ડાઉન થવાના કારણે એપને મોબાઇલ અને ડેસ્કટૉપ પર એપને એક્સેસ કરી શકાતી નથી. જોકે, આ પાછળ સર્વર ડાઉન હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત સર્વર ડાઉન થવાના કારણે યૂઝર્સ પોતાની પ્રોફાઈલ ફોટો પણ બદલી શકતો નહતો. તે ઉપરાંત વોટ્સએપ કોલિંગ સાથે સાથે કોઈના સાથે ચેટ પણ કરી શકાતી નહતી.  કોઈપણ યૂઝર્સનું સ્ટેટ્સ પણ દેખાઈ રહ્યનં નહતું. પ્રોફાઈલ સેટિંગમાં જ્યાં સ્ટેટ્સ હોય છે, ત્યાં No About લખેલું દેખાઈ રહ્યું હતું. તે ઉપરાંત યૂઝર્સ પોતાની પ્રોફાઈલ ફોટો બદલે છે ત્યારે Waiting Symbol દેખાયા બાદ એક નોટિફિકેશન સામે આવી રહ્યો હતો. જેમાં લખેલું આવતું હતું કે, ‘Failed to update the profile photo. Please try again later.’ વોટ્સએપનું સર્વર બપોરના 1.30 વાગ્યો સુધી ડાઉન રહ્યું હતું. જોકે, ત્રણ વાગ્યા પહેલા વોટ્સએપનું સર્વર કામ કરતું થઈ ગયું હતું.
 
આ થવાનુ કારણા એવું માનવામાં આવે છે કે, અચાનક એપ કામ કરતી બંધ થવા પાછળનું કારણ સર્વર એરર છે. આ એરર આવવાથી લોકો રીતસર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. લોકો ફોન કરીને પરિચીત લોકોને કહેવા પણ લાગ્યા હતા કે મારું વોટ્સઅપ કામ નથી કરતું, હેંગ થઈ ગયુ છે. ધણા સલાહ કારો એ એવી સુચના પણ આપી કે મોબાઈલ સ્વીચ ઓફ કરી જુવો…સીમ કાર્ડ બહાર કાઢી ફરી ભારાવો, થોડી વાર મોબાઈલ સ્વીચ ઓફ રાખો…વગેરે...વગેરે…પણ આમાની એક પણ સુચકના કામમાં ન આવી…એટલાક સિક્યુરીટી એક્સ્પર્ટે તો એવુ પણ કહ્યુ કે તરત તમાતુ નેટ કનેક્શન બંધ કરી દો. આ સાયબ હુમલો પણ હોય શકે છે….આ બધો ખેલ ૧ કલાક ચાલ્યો અને સ્થિતિ હવે સાધારણ થઈ છે..હા જેણે બપોરે એક થી બે વાગ્યાની વચ્ચે વોટ્સએપનો ઉપયોગ નહિ કર્યો હોય તેમને આ સમસ્યાનો ખ્યાલ નહિ આવ્યો હોય…
વોટ્સએપ વિશે થોડું…
સમગ્ર વિશ્વમાં 55% લોકો વૉટ્સએપનો ઉપયોગ કરે છે.
દુનિયાના 109 દેશોમા(55.6%) આ એપનો ઉપયોગ થાય છે. જેમા મલેશિયા માં વોટ્સએપના ઉપયોગ કર્તા સૌથી વધુ છે.
વિશ્વમાં વોટ્સએપના જે પણ યૂઝર્સ છે તેમાંથી 70 ટકા ડેલી બેઝિસ પર યૂઝ કરે છે. વૉટ્સએપ યૂઝર્સનો આંકડો ભારતમાં 20 કરોડથી પણ વધું છે. ઉપરાંત દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં 56 ટકા લોકો એપનો યૂઝ કરે છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં 90 ટકાથી વધારે લોકોના ફોનમાં વોટ્સએપ હોય છે.