અંતે કોંગ્રેસે સ્વીકાર્યુ કે અમદાવાદ અને સુરતનો વિકાસ થયો છે…!
SadhanaWeekly.com       | ૩૦-નવેમ્બર-૨૦૧૭

 

કોંગ્રેસ ભલે પ્રચાર કરે કે વિકાસ ગાંડો થયો છે, પણ હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર વાઈરલ થયુ છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસે રાજકોટમાં અનેક જગ્યાએ ભાજપનો અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિરોધ કરવા પોસ્ટરો લગાવ્યા છે. જેમા લખવામાં આવ્યું છે કે “રાજકોટે ૩ મુખ્યમંત્રી આપ્યા છતાં રાજકોટનો સુરત જેવો વિકાસ થયો નથી” બીજા પોસ્ટરમાં લખ્યું છે કે “રાજકોટે ૩ મુખ્યમંત્રી આપ્યા છતાં રાજકોટનો અમદાવાદ જેવો વિકાસ થયો નથી”

 

આનો મતલબ શું થયો? ચાલો રાજકોટનો વિકાસ થયો નથી પણ સુરત અને અમદાવાદનો વિકસ તો થયો છે. ઉપરાંત વિકાસ સુરત અને અમદાવાદ જેટલો નથી થયો ...એમ કહી ને ઇન ડાયરેકટલી એટલું તો કહી દીધું કે રાજકોટમાં પણ વિકાસ તો થયો છે. ભલે ઓછો તો ઓછો….! લાગે છે કે વિકાસ પણ હવે કોંગ્રેસના મતે પક્ષપાતી છે. નહિ તો આવું પોસ્ટર લગાવતા બે વાર વિચાર ન કરે?

 

અત્રે ઉલ્લેખનીય છે કે ઉછંરંગરાય ઢેબર, કેશુભાઇ પટેલ અને વિજયભાઈ રૂપાણી આ ત્રણ મુંખ્યમંત્રી રાજકોટે આપ્યા છે…