ખિચડી બનશે બ્રાંડ, ખિચડી ખાવાના ફાયદા હવે જાણી જ લો…
SadhanaWeekly.com       | ૦૪-નવેમ્બર-૨૦૧૭

 
 
ખિચડી દેશના દરેક લોકોને પસંદ છે કેન્દ્ર સરકારે હવે ખિચડીને બ્રાંડ બનાવવાની કવાયત શરૂ કરી છે . દિલ્હીમાં આજથી શરૂ થનાર ફૂડ ઇન્ડિયા કાર્યક્રમમાં આ ખિચડીનો સ્વાદ દુનિયા પણ ચાખશે. પીએમ મોદીએ સવારે આ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. ઉદ્ધાટન બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે વિશ્વની સૌથી ઝડપી ઉભરતી અર્થવ્યવસ્થાઓ માંથી એક છે. મહત્વનુ છે કે આ પ્રથમ કાર્યક્રમ છે જેમા મોદી સરકાર આટલા મોટા સ્થાને ભારતીય ફૂડને પ્રમોટ કરી રહી છે. આ કાર્યક્રમમાં એક વલ્ડૅ રેકાર્ડ પણ બન્યો. શનિવારે આ કાર્યક્રમમાં 1100 કિલો ખીચડી બનાવીને તૈયાર કરવામાં આવી.
 
ખીચડીને ભારત તરફથી આંતરાષ્ટ્રીય ફૂડમાં ઓળખ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 70 દેશના લોકો ભાગ લઈ રહ્યા છે જેમા 5 મુખ્યમંત્રી પણ ભાગ લેશે. કાર્યક્રમમાં છેલ્લો દિવસ 5 નવેમ્બરના રોજ કાર્યક્રમના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાષણ આપશે..
દિલ્હીના ઈન્ડિયા ગેટ પર વર્લ્ડ ફૂ઼ડ ઈન્ડિયામાં 50 કૂકે મળીને 1100 કિલો રેકોર્ડબ્રેક ખિચડી બનાવી હતી. ખિચડી બનાવવા માટે કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિ અને હરસમિરન કૌર સહિત કેટલીય દિગ્ગજ હસ્તીઓ જોડાઈ હતી. ખિચડીને ઈન્સુલેટેડ કડાઈ સ્ટીમમાં બનાવવામાં આવે છે. ઈન્ડિયા ગેટમાં આગથી ખાવાનું બનાવી શકાતુ નથી જેના કારણે ઈન્સિલેટેડ પાઈપથી ખિચડીને બનાવવામાં આવી છે. આ પૌષ્ટિક ખિચડીને દાળ, ચોખા, બાજરી, રાગી, મગ અને છોતરાવાળી દાળને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. ઈન્ડિયા ગેટ પર ચાલી રહેલા વર્લ્ડ ફૂ઼ડ ઈન્ડિયામાં 1100 કિલો ખિચડી બનાવવામાં આવી. જેમાં 500 કિલો ચોખા, 300 કિલો દાળ, 100 કિલો ઘી અને બીજા મસાલા નાખવામાં આવ્યા હતા. જેને ફેમસ શેફ સંજીવ કપૂરની ખાસ દેખરેખ હેઠળ 50 શેફે બનાવવામાં આવી. જોકે આમાં દેશી ઘીનો વઘાર યોગ ગુરુ સ્વામી રામદેવે લગાવ્યો હતો.
 

 
 
 
ખિચડી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. દેશના જુદા જુદા પ્રાંતો અને વિસ્તારમાં ખિચડીને ખાવાની અને પીરસવાનો જુદો જુદો અંદાજ છે. પરંતુ એક વાતની સમાનતા એ છે કે ખિચડી દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિના જીવન સાથે જોડાયેલી છે.કાશમીરથી કન્યાકુમારી સુધી ખિચડી ખવાય છે બસ તેના નામ અને બનાવવાની રીત અલગ અલગ છે. ગુજરાત્ની વાત ખિચડીમાં નિરાલી છે. ગુજરાતના લોકો ખિચડી સાથે કઢી ખાય છે. અહિંના સ્વામિનારાયન મંદિરોની ખિચડી લોકો દૂર દૂરથી પ્રસાદ રૂપે ખાવા આવે છે. કાશ્મીરમાં કૂબેર પૂજા વખતે કાશ્મીરી પંડિતો પ્રાસાદ રૂપે ખિચડી ચાડાવે છે. પંજાબમાં મગની દાળની સાથે બાજરી ઉમેરી ખિચડી વનાવાય છે તો રાજસ્થાનમાં મગની દાળ સાથે બાજરી, જવવાળી ખિચડી બનાવાય છે. ઉત્તર પ્રદેશમાં તેને “તહર” કહેવાય છે. અહિંના લોકો ખિચડીમાં મસાલાની સાથે શાકભાજી પણ નાખે છે. પ.બંગાળમાં ખિચડીને “ખિચૂડી” કહેવાય છે. કર્ણાટકમાં તેને “બેસી બેલી બાત” કહેવામાં આવે છે. ઓરિસ્સામાં તેને ખેંચિડી કહેવાય છે.
આયુર્વેદમાં ખિચડીને અમૃત સમાન ભોજન ગણવામાં આવ્યું છે. માદા માણસોને ડૉક્ટરો ખિચડી ખાવાનું કહેતા હોય છે. જેથી મોટા ભાગના લોકો ખિચડીને બીમારી દરમ્યાન ખાવાનો ખોરાક ગણે છે. પરંતુ શું તમે જાણો છો ખિચડી એક સ્વાસ્થ્ય લક્ષી ખોરાક છે. જેને ખાવાના ફાયદા પણ અનેક છે. જો તમે શુદ્ધ શાકાહારી છો, તો ખિચડી તમારા માટે ઉત્તમ ખોરાક છે. સાથે જ તે બનાવવી ખૂબ જ સરળ પણ છે. ખિચડીમાં એ તમામ જરૂરી પોષક તત્વો છે કે જેની જરૂર શરીરને છે. ચોખા અને દાળની ખિંચડી એક સુપાચ્ય ભોજન છે.
 

 
 
 
ખિચડીખાવાના ફાયદા
 
 
પોષક તત્વોથી ભરપૂરઃ ખિચડીમાં કાર્બોહાઇડ્રેટ, વિટામિન, કેશ્યિમ, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફોરસ જેવા તમામ વિટામિન છે. તમે તેમાં વિવિધ પ્રકારના શાક મિક્સ કરીને મિક્સ વેજિટેબલ ખિંચડી પણ બનાવી શકો છો.
 
પચવામાં સરળઃ ખિચડીમાં તેજાના અને મસાલાનો ઉપયોગ થતો નથી. સાથે જ તેમાં એટલું તેલ કે ઘી પણ હોતું નથી. તેથી જ તે પચવામાં સરળ છે. આ કારણે જ બિમારીમાં ડોક્ટર ખિચડી ખાવાની સલાહ આપે છે. જો તમારૂ પાચનતંત્ર નબળુ હોય તો ચોક્કસથી ખિચડી ખાવી જોઇએ.
 
શરીરને રાખે છે બિમારીથી દૂરઃ ખિચડીના નિયમતિ સેવનથી વા, પિત્ત અને કફ દૂર થાય છે. ખિચડી શરીરમાં ઉર્જા અપે છે. સાથે જ તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.