કથાસરિતા : એક સ્ત્રી અને પાંચ દીકરીઓની વાત
SadhanaWeekly.com       | ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
એક શાળામાં એક નવી ૩૦-૩૨ વરસની શિક્ષિકાની ભરતી થઈ.. એ શાળા લશહિત તભવજ્ઞજ્ઞહ હતી.. એ શિક્ષિકા દેખાવમાં અતિ સુંદર હતી પણ એણે હજી સુધી લગ્ન નહોતાં કર્યાં...
બધી છોકરીઓ એની આજુબાજુ ઘૂમ્યા કરતી.. અને પ્રશ્ર્ન કરતી કે -
"મેડમ, તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યાં ? તમે તો એટલાં સુંદર છો કે તમને તો ગમે તે હા પાડી દે.
શિક્ષિકા એક વાત કહે છે બધાંને...
‘એક સ્ત્રીને ૫ દીકરીઓ હતી.. પણ એક પણ દીકરો ન હતો.. એટલે એ સ્ત્રીનો પતિ નારાજ હતો એનાથી..
એ સ્ત્રી ફરી પ્રેગ્નન્ટ થઈ એટલે એના પતિએ કહ્યું કે જો આ બાળક પણ છોકરી જ હશે તો એને હું બહાર રસ્તામાં છોડી આવીશ. એનો સ્વીકાર નહિ કરું હું...
પણ ભગવાનની ઇચ્છા હોય એ જ થાય છે... એ સ્ત્રીને ફરી છોકરી જ આવી... એટલે એનો પતિ એ છોકરીને ગામમાં થોડે દૂર રસ્તાના ચોકમાં મૂકી આવ્યો... એની માતા આખી રાત એ છોકરીની સલામતી માટે પ્રાર્થના કરતી રહી...
સવારે એના પતિ ત્યાં ચોક પર જાય છે તો તે છોકરી ત્યાં ને ત્યાં જ હતી. કોઈ લઈ નહોતું ગયું... એટલે ફરી એ ઘરે લઈ આવ્યો એને...
આવું ૪-૫ દિવસ કર્યું એણે, પણ કોઈ એ છોકરીને લઈ ન જતું... ને હવે એ ભાઈ પણ થાકી ગયા હતા એટલે ભગવાનની મરજી સમજી એ છોકરીને રાખી લે છે...
થોડો સમય જતાં એ સ્ત્રી ફરી પ્રેગ્નન્ટ થઈ. આ વખતે એને દીકરો આવ્યો પણ એના આવ્યા પછી એની દીકરીમાંથી એક દીકરી મરી જાય છે...
એ પછી એ સ્ત્રીને બીજા ૩ દીકરા આવ્યા પણ દરેક વખતે એક એક દીકરી મરતી જતી... હવે એ સ્ત્રીને ૪ દીકરા તો આવ્યા પણ દીકરી એક જ રહી... અને એ પણ એ જ કે જેને એ ભાઈ રસ્તા પર છોડી આવ્યા હતા, જેને એ સ્વીકારવા નહોતા માંગતા..
થોડા સમયમાં એ સ્ત્રી આ દુનિયા છોડી જતી રહી એટલે એક દીકરી ને ૪ દીકરા એકલા થઈ ગયા... ને એ ભાઈ એ બધાની દેખભાળ રાખતા. ધીરે ધીરે બધા મોટા થઈ ગયા...’
પછી એ શિક્ષિકા કહે છે કે -
"તમને ખબર છે કે એ છોકરી કોણ હતી જે બચી ગઈ હતી ?
એ હું. ને મેં એટલે લગ્ન નથી કર્યાં કેમ કે મારા પિતા હવે વૃદ્ધ થઈ ગયા છે ને એ જરા પણ કામ નથી કરી શકતા.. એટલે મારી કમાણી ઉપર જ અમારું ઘર ચાલે છે ને હું મારા પપ્પાની દેખભાળ રાખી શકું છું.. કેમ કે મારા ભાઈઓ પાસે પપ્પા પાસે આવવાનો સમય નથી. તેમને છોડીને જતા રહ્યા છે એ બધા...
અને પપ્પા હવે દુ:ખી થઈને કહે છે જે દીકરા મેળવવા મેં તને આટલી તકલીફ આપી એ વિચારીને હું શર્મિન્દગી અનુભવું છું.....
દીકરી એ દીકરી છે એની તોલે કોઈ ન આવી શકે. દીકરો કદાચ માબાપને છોડી દેશે પણ દીકરી આખરી દમ સુધી માબાપનો સાથ નહીં છોડે...