જાણો કોણ છે ? ટીમ ઈન્ડીયાની સફળતા પાછળનો અસલી હીરો

    ૦૨-ડિસેમ્બર-૨૦૧૭

 
 
ફેબ્રુઆરી ૨૦૧૬ની એ સીરીજ. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં હતી અને સીરીજની છેલ્લી ટી-૨૦ મેચ ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ક્રિકેટ ટીમે ૩-૦ થી એ ટી-૨૦ સીરીજ પોતાના નામે કરી હતી. આ સાથે ૧૪૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર વાઈટ વોસ આપવાનો એ રેકોર્ડ હતો. આ ઐતિહાસિક જીત પછી કપ સાથે ટીમ ઈન્ડિયાનો ગ્રુપ ફોટો પડાયો. આ ફોટામાં બરાબર મધ્યમાં હાથમાં કપ સાથે બેઠેલો જોવા મળ્યો…કોણ હતો એ વ્યક્તિ? એ ખેલાડી નથી પણ ટીમનો એક સભ્ય છે. તેને કોઇ ઓળખતુ નથી પણ ટીમ ઈન્ડિયાના બધા જ ખેલાડીઓ માને છે કે આ વ્યક્તિ જ ટીમ ઈન્ડિયાની સફળતા પાછળનો અસલી હીરો છે. જેને ખૂદ કેપ્ટન વિરાટ કોહલી એ મેચ જીત્યા બાદ મેદાનમાંથી હજારો દર્શકો વચ્ચે નમ્ર દિલથી આભાર માન્યો હતો….આ વ્યક્તિ એટલે રાધવેન્દ્ર….ટીમ ઈન્ડિયા તેને રઘુ કહે છે….
કોણ છે રઘુ ?
 
ઉલ્લેખનીય છે કે રઘુ નામથી બોલાવાતા વ્યક્તિ રાઘવીંદ્ર છે. રઘુ ભારતીય ટીમ સાથે એક ખાસ હેતુથી જોડાયેલા છે. તેઓ પ્રેકટિસ દરમિયાન થ્રો-ડાઉન (નેટ્સ પર બેટ્સમેનોને બોલ ફેંકે છે)ની જવાબદારી ભજવે છે. રઘુ કલાકો બોલ ફેંકીને ટીમ ઈંડિયાના બેટ્સમેનોને પ્રેકટિસ કરાવે છે. દુનિયાના ક્રિકેટ દિગ્ગજો રઘુની આ બોલ ફેંકવાની કળાના ચાહક છે. ઘણી વિદેશી ટીમોએ રઘુની પોતાની ટીમમા નોકરી આપવાની ઓફર આપી હાતી પણ રઘુએ તે ઓફર ઠુકરાવી દીધી છે. તેણે આઈપીએલની પણ ઘણી ઓફરને ના કહી છે. રઘુનું કહેવું છે કે મારુ લક્ષ્ય માત્ર ભારતીય ટીમને મદદ કરવાનું છે.
વિરાટ કોહલી ઉપરાંત તેઓ સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજોને પણ નેટ્સ પર બોલ નાખી ચુક્યા છે. આ દિગ્ગજોના કહેઆથી જ રઘુને ટીમ ઈન્ડીયામાં જગ્યા મળી છે. તે ૩૨ વર્ષનો છે. ખેલાડીઓને કલાકો સુધી પ્રેક્ટીસ કરાવવાથી તેના ખભામાં થોડો દુખાવો થયો એટ્લે તેને બોલ થ્રો કરવાની સ્પેશિયલ સ્ટિક અપાઈ છે…તેમા પણ રઘુની અદભુત ફાવટ છે…
 
 
 
28 વર્ષીય વિરાટે સંજય બાંગડ અને રઘુનુ નામ લેતા કહ્યુ, 'એક બેટ્સમેનની સફળતાથી પડદા પાછળ આ માટે કામ કરતા લોકોને વધુ મહત્વ મળતુ નથી. પણ હુ માનુ છુ કે ખાસ કરીને રઘુએ મને 140 કિમીની ગતિની બોલ પર પ્રેકટિસ કરાવીને મારી બેટિંગને વધુ મજબૂત કરી નાખી છે.' સંજય બાંગડ ટીમ ઈંડિયાના બેટિંગ કોચ છે. પણ રઘુ વિશે ઓછા જ લોકોને ખબર હશે.
કર્ણાટકના રહેનારા રઘુ ક્રિકેટર બનવાનુ સપનુ લઈને મુંબઈ ગયા હતા. પણ તેમને ત્યા ક્લબો તરફથી રમતા વધુ સફળતા મળી નથી. રઘુ પોતાના ઘરે પરત ફર્યા. ત્યા તેમને એક ઈંસ્ટીટ્યૂટ સાથે ખુદને જોડ્યુ. પછી તે રણજી ટીમના થ્રો ડાઉન આસિસ્ટેંટ બની ગયા. ત્યારથી તેમની કિસ્મત પલટી. 2008માં તેમને એનસીએ (નેશનલ ક્રિકેટ એકેડમી)માં નોકરી મળી ગઈ. ત્યારબાદ જ તેઓ ટીમ ઈંડિયા સાથે જોડાય ગયા.
 
મહત્વની વાત એ છે કે રઘુ દુનિયાના એક માત્ર થ્રો- ડાઉન સ્પેશિયાલિસ્ટ છે….