મુઝફ્ફર હુસેનની કલમે : દુનિયા હેરાન, મુસલમાન પરેશાન
SadhanaWeekly.com       | ૨૩-ડિસેમ્બર-૨૦૧૭
 
સાઉદી અરબ અને ઈઝરાયેલ વચ્ચેની વધતી નિકટતાને કારણે ન ઇસ્લામ જગતની સાથે સમગ્ર વિશ્ર્વમાં ઇસ્લામમાં પણ ખળભળાટ મચ્યો છે. ઇસ્લામ જેને સૌથી મોટા દુશ્મન ગણે છે એવા યહૂદી દેશ ઈઝરાયેલ સાથે આખરે સાઉદી અરબ કેમ આટલી નિકટતા વધારી રહ્યું છે તે પ્રશ્ર્ન સમગ્ર ઇસ્લામિક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
દુનિયાભરમાં એક કહેવત જાણીતી છે કે, વાઘ અને બકરી એક ઘાટે ક્યારેય પાણી ન જ પી શકે. તેવી જ રીતે જ્યારથી ઇસ્લામનો જન્મ થયો છે ત્યારથી યહૂદી અને મુસલમાન એકસાથે ક્યારેય નથી રહ્યા. મધ્યપૂર્વની ધરતી પર સૌપ્રથમ યહૂદી ધર્મ આવ્યો અને સૌથી છેલ્લે ઇસ્લામ અને આ બન્ને વચ્ચે ઈસાઈ ધર્મ આવ્યો હતો. ત્યારે નવા અને જૂના ધર્મો વચ્ચે સંઘર્ષ થવો સ્વાભાવિક છે, પરંતુ અહીં યહૂદીઓનો સંઘર્ષ ઈસાઈ ધર્મને બદલે સૌથી અંતમાં આવેલ ધર્મ ઇસ્લામ સાથે થયો. જો કે ઈસાઈયત અને ઇસ્લામ વચ્ચે પણ ક્યારેય શાંતિ રહી નથી, પરંતુ જે રૌદ્ર રૂપ યહૂદિયત અને ઇસ્લામના સંઘર્ષમાં જોવા મળ્યું તે ખુદમાં ઐતિહાસિક છે. આ ત્રણેય ધર્મોએ એકબીજાને નીચા દેખાડવામાં કોઈ જ કસર બાકી રાખી નથી. છેલ્લાં ૧૪૦૦ વર્ષનો ઇતિહાસ છે. મુસ્લિમો યહૂદીઓને કોઈ કાળે સાંખી લેવા તૈયાર નથી. ત્યારે ૧૯૪૯માં જ્યારે ઈઝરાયેલનો જન્મ થયો ત્યારથી આ ટકરાવ તેના ચરમ પર પહોંચી ગયો છે. એવું કહેવા લાગ્યું કે જે રીતે સાપ અને નોળિયો એક સાથે રહી શકે નહીં, તેમ યહૂદી અને ઇસ્લામ એક સાથે ક્યારેય ન રહી શકે, પરંતુ કહેવાય છે ને કે રાજનીતિમાં બધું જ શક્ય છે. આ કથનને સત્ય સાબિત કર્યું છે ઈઝરાયેલ અને સાઉદી અરબની મિત્રતાએ. સાઉદી અરબ અને ઈઝરાયેલનું એક સાથે આવવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ બન્નેના મિલન પર દુનિયા આખી હેરાન છે. એક સમયના કટ્ટર દુશ્મન એવા આ બન્ને દેશો મધ્યપૂર્વમાં ઘનિષ્ઠ મિત્રતાની કસમો ખાઈ રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે આ બન્ને મહાશક્તિઓ પર એવું તો કયું આસમાન તૂટી પડ્યું કે તેઓએ દોઢ હજાર વર્ષના આખા ઇતિહાસને જ બદલી નાખ્યો ? આ રહસ્યને સમજવા માટે ઈરાન અને સઉદી અરબની મિત્રતાની પૃષ્ઠભૂમિ પર જવું પડશે.
જે વાતો આપણે ત્યાં આર્યો અને અનાર્યોની સાંભળવા મળે છે તેવી જ અરબ અને અઝમ વચ્ચે છે. અરબસ્તાન રેતાળ પ્રદેશ છે, તે દિવસોમાં તે સભ્યતાની દૃષ્ટિએ અત્યંત પછાત હતો, પરંતુ તત્કાલીન આરબોને પોતાની અરબી ભાષા અને તેમાં અપાતાં ભાષણોની કલા પર ખૂબ જ ગર્વ હતો. તેઓ પોતાના પડોશી દેશ ઈરાનને તેમની સરખામણીએ ખૂબ જ પછાત ગણતા હતા. તેઓ ખુદને અરબી કહેવડાવવામાં ગર્વ અનુભવ કરતા હતા. અરબીનો અર્થ જ જેને પોતાની બોલી પર ગર્વ હોય. જ્યારે આઝમીનો અર્થ ગૂંગો થાય છે. આ સંઘર્ષને કારણે અહીં ઇસ્લામનો પ્રચાર-પ્રસાર તો થયો. ઈરાને ઇસ્લામનો સ્વીકાર પણ કર્યો, પરંતુ તેઓએ ત્રણ ખલીફાઓને ન માની ચોથા ખલીફા હઝરત અલીને પોતાના ઈમામ તરીકે સ્વીકાર્યા. ઈરાન માટે મહંમદ પયગમ્બર બાદ હઝરત અલી સર્વોચ્ચ છે. અલીને માનનારા શિયા કહેવાયા અને અલી પહેલાંના ત્રણ ખલીફાઓમાં શ્રદ્ધા રાખનારા સુન્ની તરીકે ઓળખાયા. સમય જતાં સુન્નીઓએ પોતાનું સામ્રાજ્ય દૂર દૂર સુધી ફેલાવ્યું. જ્યારે શિયા માત્ર ઈરાન સુધી જ સીમિત રહ્યા. આજે સુન્ની મુસ્લિમોએ ખુદને ઇસ્લામમાં મોટી શક્તિના ‚પમાં પ્રસ્થાપિત કરી દીધા છે. તત્કાલીન અરબ એટલે કે આજનું સાઉદી અરબ ઇસ્લામનું પ્રમુખ શ્રદ્ધાકેન્દ્ર બની ગયું. અહીંથી નીકળેલા બાદશાહોએ વિશ્ર્વમાં ઇસ્લામનો ડંકો વગાડ્યો. તાકાત અને ધર્મસ્થળ સાઉદીમાં હોવાને કારણે સુન્નીપંથ ઇસ્લામજગત પર પોતાનો દબદબો પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યું. આજે સુન્નીઓની જનસંખ્યા અને વિસ્તારને કારણે તે જ મુસ્લિમ શાસકો હોવાનું વર્ચસ્વ ધરાવે છે. જ્યારે શિયાઓ માત્ર ઈરાનમાં જ બહુમતી સાબિત કરી શક્યા છે. અન્ય ઇસ્લામિક દેશોમાં પણ તેમની સારી એવી વસતી છે. છતાં ઇસ્લામી સામ્રાજ્યમાં સુન્નીઓ જેવો દબદબો કાયમ કરી શક્યા નથી. સાઉદી સ્થિત મક્કા અને મદીના મુસ્લિમોના સૌથી મોટા ધાર્મિક સ્થળ છે. આની બરોબર પાસે જ્યારે અલગ યહૂદી દેશ ઈઝરાયેલ બનાવવાની જાહેરાત થઈ ત્યારે સુન્ની દેશોની સાથે શિયા મુસ્લિમો પણ તેના વિરોધમાં આવી ગયા હતા અને એમાં પણ સાઉદીએ તો તેનો સૌથી વધુ વિરોધ કર્યો હતો, પરંતુ હવે બદલાયેલાં વૈશ્ર્વિક રાજકીય સમીકરણો અને પશ્ર્ચિમના પ્રયત્નોથી ઈઝરાયેલ અને સાઉદી એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છે. મક્કા મદિનાવાળો દેશ જો ઈઝરાયેલ સાથે મિત્રતા કરી લે છે, તો વિશ્ર્વનું હેરાન થવું અને મુસ્લિમોનું પરેશાન થવું સ્વાભાવિક છે, પરંતુ હવે ઇસ્લામિક જગતનું નેતૃત્વ કરનાર સાઉદી અરબ ઇસ્લામી જગતના સૌથી મોટા દુશ્મન ઈઝરાયેલના સૌથી નજીકનો મિત્ર છે. હાલ સૌથી મોટી બહેશ એ જ છે કે, આ દોસ્તીની બુનિયાદ છે શું ? તેનો જવાબ છે ઈરાન. જેની દુશ્મનીમાં સાઉદી અરબ તમામ બાબતો ભૂલીને ઈઝરાયેલ સાથે ઊભો છે. એટલું જ નહીં સાઉદી અરબિયાએ હવે ઈઝરાયેલના વિરોધીઓને ઠેકાણે પાડવાની પણ તૈયારી બતાવી છે. કદાચ એટલા માટે જ દુશ્મનનો દુશ્મન દોસ્ત કહેવાય છે. આમ સાઉદી અને ઈઝરાયેલ એક થઈ ગયા છે અને આ બન્ને દેશોએ રાજનયિક સંબંધોનો એક નવો અધ્યાય શ‚ કર્યો છે. પરિણામે મધ્યપૂર્વમાં આખેઆખું રાજનૈતિક સંતુલન બદલાઈ ગયું છે. નવેમ્બર મહિનામાં ઈઝરાયેલી સેનાના જનરલ પ્રમુખ ગાદી એકનિકોતે સાઉદી અરબ અને ઈરાન સાથેના સંબંધો મુદ્દે ખૂલીને વાત કરી હતી.
ઇઝરાયેલ પોતાના ક્ષેત્રમાં ઈરાનને સૌથી મોટા ખતરામાં રૂપમાં જુએ છે. ઈઝરાયેલી પ્રધાનમંત્રી બેઝામિન નેતાન્યાહુ પણ રિયાધ અને પેરુસલેમ વચ્ચેના સંબંધો બાબતે પુન: વિચાર કરવાના સંકેતો આપી ચૂક્યા છે.
ઇરાકમાં ૨૦૦૩માં અમેરિકાના નેતૃત્વમાં સદ્દામ હુસેનના શાસનની સમાપ્તિની સ્થિતિમાં અરબોની દુનિયાનું સંતુલન શિયા ઈરાનના પક્ષે ચાલ્યું ગયું. શિયા સીરિયાના ગૃહયુદ્ધમાં બશરુલ અસદના પક્ષમાં યુદ્ધ લડી રહ્યા છે. પરિણામે ઈરાનને માટે ભૂમધ્ય સાગર સુધીનો માર્ગ મોકળો બન્યો છે. સાઉદી અરબ ઈરાનના આ વધતા પ્રભાવને ખાળવા માટે એક સમયના તેના કટ્ટર દુશ્મન એવા ઈઝરાયેલ સાથે સંબંધ સુધારી રહ્યું છે.