આ સ્વયંસેવકે જે કર્યું તેને જોઈ તમે વિચારતા થઈ જશો, વાદા હૈ મેરા, બચ્ચે જોકર નહિ રાષ્ટ્રભક્ત બનેગેં
SadhanaWeekly.com       | ૨૫-ડિસેમ્બર-૨૦૧૭

 
 
ભારત લોકશાહીમાં માને છે અને કદચ વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે જ્યાં અનેક જાતિનાં લોકો રહે છે અને ઇચ્છે તે ધર્મ પોતાની રીતે કોઇના દબાવ વીના પાળી શકે છે. આ સારી વાત કહેવાય પણ આ સારી વાતનો કેટલાક લોકો દુરોપયોગ પણ કરી રહ્યા છે અને બિનસાંપ્રદાયિકતાના નામે આ દેશમાં પશ્ચિમી સંસ્કૃતિને વેગ આપી રહ્યા છે. આના ઉદાહરણ અનેક છે પણ હાલની જ વાત કરીએ તો આજે દેશભરમાં સાંતાના નામે ક્રિશમસ મનાવાઈ રહી છે. પશ્મિમી સંસ્કૃતિને આ અપનાવવાની જ વાત છે. એક પહેલ હકારાત્મક થઈ છે. સુરતમાંથી એક સ્વયંસેવકે અનોખી પહેલ કરી છે આ નાતાલે…આ સ્વયંસેવક્નું નામ છે આશીષ સૂર્યવંશી….
 

 
 
પહેલ શું કરી એ પણ હવે જાણો…થયું એવું કે આ ક્રિસમસના ઉત્સવ દરમિયાન લગભગ બધી જ અંગ્રેજી શાળાઓમાં કાર્યક્રમ યોજાતો હોય છે. આવો જ એક કાર્યક્રમ સૂરતની એક શાળામાંમાં યોજાયો. જેમાં આશીષની દિકરી પણ ભણે છે. આ કાર્યક્રમમાં અનેક બાળકો સાતાંક્લોજના વેશમાં આવ્યા પણ આશીષ સૂર્યવંશી એ પોતાની દિકરીને આ કાર્યક્રમમાં સાંતાનો નહિ પણ સંઘનો ગણવેશ પહેરાવીને મોકલી. આશીષની નાનકડી દિકરી શાળાના અનેક બાળકો વચ્ચે પણ દેશની સંસ્કૃતિનો પરિચય કરાવતી રહી.
 

 
 
આ બધી વાત આશીષે પોતાના ફેસબૂક પેજ પર ફોટા સાથે રજૂ કરી છે. અહીં તે લખે છે કે “વાદા હૈ મેરા, બચ્ચે જોકર નહિ રાષ્ટ્રભક્ત બનેગેં.”મે આજે મારી લાડલીને હિન્દુત્વની વિચારધારાથી ભારતીય સંસ્કૃતિનો ગણવેશ પહેરાવી શાળાએ મોકલી છે. તે લખે છે કે આપણા દેશની સંસ્કૃતિને અપનાઓ અને વિદેશી લાઈફ સ્ટાઈલથી દૂર રહો…….આશીષની આ પોસ્ટને અત્યાર સુધીમાં ૪૦૦૦ કરતા વધારે લોકો લાઈક કરી ચુક્યા છે અને ૨૩૦૦થી વધુ લોકો શેર કરી ચુક્યા છે.