....અને કેશવે ‘વંદે માતરમ્’નો ઉદ્ઘોષ કર્યો
SadhanaWeekly.com       | ૨૯-ડિસેમ્બર-૨૦૧૭


 
 

સમયની વાત છે જ્યારે ભારત પર અંગ્રેજોનું રાજ હતું. અંગ્રેજોના જુલમથી દેશની પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હતી. ભારતમાતા ગુલામીની બેડીઓમાંથી છુટવા આતુર હતી. અંગ્રેજોએ બંગાળમાં મુસ્લિમોની આળપંપાળ કરવા બંગાળના બે ટુકડા કરવાનો નિર્ણય લીધો. અંગ્રેજોનું ષડયંત્ર જોઈ દેશભક્તોનું લોહી ઊકળી ઊઠ્યું. ૧૬ ઑક્ટોબર, ૧૯૦૫માં થયેલા બંગ વિભાજનના નિર્ણયનો વિરોધ કરવાબંગ-ભંગની ચળવળનો પ્રારંભ થયો. કલકત્તામાંથી રૂ થયેલું આંદોલન થોડા દિવસોમાં સમગ્ર દેશભરમાં ફેલાઈ ગયું. દિવસનેકાળા દિવસતરીકે મનાવી યુવાનોએ ઠેરઠેર વિદેશી વસ્તુઓની હોળી કરી. યુવાનોના હૃદયમાં દેશભક્તિનો એક નારો ગુંજવા લાગ્યો. તે હતોવંદે માતરમ્નો જયઘોષ. ‘વંદે માતરમ્દ્વારા અંગ્રેજોની ગુલામી અને કારનામાનો વિરોધ કરવાના આંદોલનનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું હતું. સમયે મહારાષ્ટ્રમાં પણ આંદોલન તીવ્ર ગતિએ આગળ વધ્યું.

નાગપુરનો દેશભક્ત યુવાન કેશવ હેડગેવાર પણ આંદોલનમાં જોડાઈ ગયો. લોકમાન્ય ટિળકના ઓજસ્વી ભાષણો અને લેખોનો તેના મન પર ઊંડો પ્રભાવ હતો. સને ૧૯૦૭માં કેશવ તેના કાકા મોરેશ્ર્વર હેડગેવારને ત્યાં રામપાયલી ગામમાં રજાઓ માણવા ગયો સમયે ત્યાં દશેરા નિમિત્તે રાવણ દહનનો મોટો કાર્યક્રમ યોજાતો હતો. કેશવે વિચાર્યું સ્વદેશી અને વંદે માતરમ્ના પ્રચાર માટે તક ઝડપી લેવી જોઈએ. તેણે પોતાના મિત્રો સામે પ્રસ્તાવ મૂક્યો અને સૌએ તેને વધાવી લીધો. દશેરાની સાંજે રાવણ દહન માટે યાત્રા નીકળી તેમાં ગામના પ્રતિષ્ઠિત લોકો અને સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. યાત્રા નિયત સ્થળે પહોંચી એટલે કેશવરાવે ઊંચા અવાજે વંદે માતરમ્નો જયઘોષ કર્યો. આખી સભાની દૃષ્ટિ તેના પર મંડરાઈ. તેની સાથે રહેલા યુવાનોએ પણ વંદે માતરમ્ના નારા પોકાર્યા. કેશવરાવ અને તેના મિત્રોએ વંદે માતરમ્ રાષ્ટ્રગીત ગાયું. એટલું નહીં પરંતુ રાવણવધનો વાસ્તવિક અર્થ શું થાય, તે અંગે ઉગ્ર ભાષણ કર્યંુ. ભાષણ સાંભળીને ત્યાં હાજર અધિકારીઓ અને મેળાના આયોજકો પણ ચકિત રહી ગયા. તેમને અંગ્રેજોનો ડર સતાવવા લાગ્યો અને બન્યું પણ એવું . કેશવરાવના ક્રાંતિકારી ભાષણ અને વંદે માતરમ્ ગાનની સૂચના પોલીસ સુધી પહોંચી ગઈ અને કેશવરાવ અને તેના મિત્રો પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવાનો પ્રયત્ન થયો. આર્મસ્ટ્રોંગ નામનો સરકારી વકીલ રામપાયલી તપાસ કરવા આવ્યો. ત્યારે ભંડારાના સજ્જન પુરુષોત્તમ દેવ આગળ આવ્યા અને તેમણે જિલ્લા અધિકારી શ્રી રુસ્તમજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે બાળકો અણસમજુ છે. જો તેમના પર કેસ ચાલશે તો ત્રણેય વિદ્યાર્થીનું જીવન બરબાદ થઈ જશે. છેવટે તેમના પર કેસ ચલાવવાનો વિચાર માંડી વાળ્યો.

કેશવરાવ નાગપુર પરત આવ્યા ત્યારે રાજદ્રોહના ગુનાનું સંકટ તો ટળી ગયું, પરંતુ સરકારી ગુપ્તચરો તેની દરેક ગતિવિધિની ચાંપતી નજર રાખતા થઈ ગયા.

દેશભરમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અંગ્રેજો વિરુદ્ધના આંદોલનમાં જોડાઈ રહ્યાં હતાં. વંદે માતરમ્નો નારો દેશની ક્રાંતિનો મંત્ર બની ગયો હતો. વાતની ગંધ આવતાં અંગ્રેજ સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો. જે અંતર્ગત કોઈપણ વિદ્યાર્થી સભા, સરઘસ કે આંદોલનોમાં ભાગ લઈ શકશે નહીં. શિક્ષકોને તેનું કડક પાલન કરવા હુકમ કરવામાં આવ્યો. પરિપત્રરિસ્લે સર્ક્યુલરતરીકે પ્રસિદ્ધ બની ગયો.

કેશવરાવ નાગપુરની નીલસિટી શાળામાં અભ્યાસ કરતા હતા, ત્યાં પણ પત્ર આવ્યો. સરકારી સહાયથી ચાલતી પાઠશાળાને માથે સંકટ આવ્યું, કારણ કે શાળાના ઘણા વિદ્યાર્થીઓ સ્વદેશી અને વંદે માતરમ્ આંદોલન સાથે જોડાયેલા હતા. કેટલાક શિક્ષકોએ કહ્યું પણ ખરું કે શાળા પછીના સમયમાં વિદ્યાર્થી ગમે તે પ્રવૃત્તિમાં ભાગ લે તેનાથી શાળાને શું મતલબ ? વિદ્યાર્થીઓમાં પણ પરિપત્રથી ઉગ્ર રોષ વ્યાપી ગયો અને સરકારની વિરુદ્ધ આંદોલન કરવાની યોજના બનવા લાગી. કેશવરાવની ઉંમર તે સમયે માત્ર ઓગણીસ વર્ષની હતી. કેશવરાવ અને તેના મિત્રોએ નક્કી કર્યું કે કોઈપણ રીતે અન્યાય ચલાવી લેવો નહીં. અરસામાં સરકારી ઇન્સ્પેક્ટર શાળાનું નિરીક્ષણ કરવા આવવાના હતા. કેશવરાવની આગેવાનીમાં બધાએ વંદે માતરમ્ના નારા સાથેરીસ્લે પરિપત્રનો વિરોધ કરવાનું વ્રત લીધું. બધા વિદ્યાર્થીઓને પ્રમાણે સૂચના આપવામાં આવી અને યોજના બિલકુલ ગુપ્ત રહે એવું પણ કહેવામાં આવ્યું.

બીજા દિવસે શાળાના આચાર્ય જનાર્દન ઓક અને મુસ્લિમ નિરીક્ષક શાળાનું નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા. સૌ પહેલાં તેઓ મેટ્રિકનાં વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હતા તે વર્ગમાં પહોંચ્યા. ત્યાંવંદે માતરમ્ના નારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આચાર્ય અને નિરીક્ષક બંને ચોંકી ઉઠ્યા. શિક્ષક પણ ગભરાઈ ગયા. ત્યાંથી તેઓ બીજા વર્ગમાં ગયા, ત્યાં પણ તેમનોવંદે માતરમ્નો સામૂહિક ઉદ્ઘોષ સાંભળવા મળ્યો. શાળાના દરેક વર્ગમાં પ્રકારના જયઘોષથી ક્રોધે ભરાયેલા સરકારી નિરીક્ષકે આંદોલનના સૂત્રધારને શોધી કાઢવા ફરમાન કર્યું.

શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને ધમકાવતા કહ્યું કે, સૂત્રધારનું નામ બતાવો અથવા બધા વિદ્યાર્થીઓ દંડ ભોગવવા તૈયાર રહો. તેમ છતાં કોઈ વિદ્યાર્થીએ નામ કહ્યું નહીં. છેવટે સંચાલકોએ જ્યાં સુધી નામ બતાવે ત્યાં સુધી બંને વર્ગના વિદ્યાર્થીઓને વર્ગમાં બેસવા દેવાની સૂચના આપી. બધા વિદ્યાર્થીઓ એક સાથે વંદે માતરમ્ બોલતાં વર્ગખંડની બહાર નીકળી ગયા.

શાળામાંથી બહાર આવીને કેશવરાવ તેમના સહયોગી ડૉ. મુંઝે તથાદેશસેવકસમાચાર પત્રના સંપાદક અચ્યુત કોલ્હારકરને મળ્યા અને નક્કી થયું કે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મળે ત્યાં સુધી શાળાનો બહિષ્કાર કરવામાં આવે તથા શાળામાં જતાં વિદ્યાર્થીઓને રોકવામાં આવે. ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને માટે સમજાવવામાં આવ્યા. રીતે બે મહિના સુધી બધા વિદ્યાર્થીઓએ શાળાનો બહિષ્કાર કર્યો. શાળાના દરવાજે પોલીસનો પહેરો લગાવી દેવામાં આવ્યો. વિદ્યાર્થીઓની એકતા જાળવી રાખવા કેશવરાવે અથાક પ્રયત્નો કર્યા.

વિદ્યાર્થીઓની હડતાળને કારણે તેમના વાલીઓ અને સ્વતંત્રતાના સહકારી શિક્ષકો પણ ઊંચા-નીચા થવા લાગ્યા. તેઓ વિદ્યાર્થીઓને સમજાવવા લાગ્યા હવે હડતાળ પૂરી કરો અને શાળામાં જવાનું રૂ કરો. કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં જવાનો વિચાર કરવા લાગ્યા તો તેમને બંગડીઓ ભેટ મોકલવામાં આવી. આથી તેમણે શાળાએ જવાનો વિચાર માંડી વાળ્યો.

શાળા સંચાલકો પણ તેમની શાળા બંધ રહેવાથી તંગ આવી ગયા. તેમની શાળાની પ્રતિષ્ઠાનો સવાલ હતો. છેવટે બધાં વિદ્યાર્થીઓને તેમના પાલકોએ સમજાવ્યા અને અભ્યાસનું વર્ગ બગડે તે માટે શાળાએ જવાનો આગ્રહ કર્યો. બે વિદ્યાર્થીઓને છોડીને તેરસો જેટલા વિદ્યાર્થીઓએ શાળામાં પુન:પ્રવેશ મેળવ્યો. કહેવાની રૂનથી કે કેશવરાવ હેડગેવાર તેમાંના એક હતા. શાળાના શિક્ષકોએ કેશવરાવને પોતાની હઠ છોડી દેવા સમજાવ્યા પણ માને તો કેશવરાવ શાના ? તેઓ મનોમન કહેતા હતાજે માતૃભૂમિએ હજારો વર્ષોથી આપણું પાલન પોષણ કર્યું છે તે માતૃભૂમિની વંદનાનો ભાવ નાતો દબાવી શકાય છે. ના તો છુપાવી શકાય છે. માતૃભૂમિની વંદના જો અપરાધ છે તો અપરાધ એકવાર નહીં અસંખ્યવાર હું કરીશ અને તેનાથી આવનારી મુશ્કેલીઓ અને સંકટોનો સામનો કરીશ.’ હૃદયમાં વ્યાપ્ત દિવ્ય દેશભક્તિની પ્રેરણાથી તેઓવંદે માતરમ્માટે પોતાની શાળા છોડવા તૈયાર થયા. ભાવિના અંધકારમાં શું લખાયું છે તેની પરવા કર્યા વિના તેમણે પ્રબળ રાષ્ટ્રભક્તિનો માર્ગ અખત્યાર કર્યો અને યવનમાળની રાષ્ટ્રીય શાળામાં પ્રવેશ મેળવ્યો. યુવા વિદ્યાર્થી આગળ જઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના વિરાટ સંગઠનના સ્થાપક બન્યા. જેઓ ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવાર તરીકે હજારો રાષ્ટ્રભક્તોના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા.