આ આતંકવાદીઓ કોના ડાર્લિંગ હતા ?
SadhanaWeekly.com       | ૦૬-ડિસેમ્બર-૨૦૧૭


 • ૨૦ ડિસેમ્બર, ૧૯૭૮ લખનૌથી વારાણસી જતાં હવાઈ જહાજનું અપહરણ કરી ભોલા પાંડે અને દેવેન્દ્ર પાંડેએ ઇન્દિરાજીને જેલમાંથી કરવા મોરારજી દેસાઈને ધમકી આપી હતી. બાદમાં કોંગ્રેસે આ બન્ને આતંકીઓને ઉત્તર પ્રદેશમાંથી વિધાનસભાની ટિકીટો આપી હતી.
 • ૧૯૮૮માં શ્રીનગરની હાઈકોર્ટમાં પ્રાંગણમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સ્થાપિત કરવાની અહીંના વકીલોએ વિરોધ કર્યો. ભાંગભોડ કરવાની ધમકી આપી. આંદોલનના આગેવાન મહંમદ શફી હતા. તે રાજીવ ગાંધીના ખાસેખાસ મિત્ર અને તેમના કાશ્મીર પ્રવાસ વખતે તેમને ભાઈબંધી કરી ફરતા હતા.
 • ઇશરત જહાને કોંગ્રેસે ખુલ્લંખુલ્લા નિર્દોષ જાહેર કરી, પરંતુ ઇશરત જહા જ ઇશરતને પોતાના સંગઠનની સભ્ય અને શહીદ ગણાવી હતી, ક્યારે કોંગ્રેસીઓનાં મોઢા સિવાઈ ગયા હતા.
 • ઉલ્ફા ત્રાસવાદની પ્રવૃત્તિમાં સંડોવાયેલું સંગઠન હોવા છતાં ૨૦૦૧માં આસામમાં કોંગ્રેસે તેની સાથે ગઠબંધન કર્યું અને ચૂંટણી પણ જીત્યા.
 • ૨૦૦૪માં આંધ્રપ્રદેશની ચૂંટણી જીતવા કોંગ્રેસે નક્સલવાદીઓ પરના પ્રતિબંધ હટાવી લીધો અને તેમની મદદથી સરકાર બનાવી.
 • નક્સલવાદી વિનાયક સેનને ૧૩-૫-૧૧માં કેન્દ્રના આયોજનપંચ સ્થાપી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરી બહુમાન કર્યું હતું.
 • પાકના ગૃહમંત્રી મલિકે કસાબને આતંકી ગણાવી તેને ફાંસીની માંગણી કરી હતી, છતાં તેને બચાવવા સરકારી વકીલને પ્રતિદિન ૨૫૦૦ ચૂકવતી હતી. તેની સુરક્ષા ખાનપાનમાં ૩૨ કરોડનો ધુમાડો કર્યો હતો. કસાબ પ્રત્યે આટલું બધું વ્હાલ કેમ?
 • ૨૦૦૭માં શસ્ત્રોના દાણચોર-આતંકીઓને શસ્ત્રો પહોંચાડનાર હસન અલીને પાસપોર્ટ બનાવવામાં બિહાર કોંગ્રેસી નેતા અમલેંદુ પાંડેની ધરપકડ થઈ હતી. આજ બાબતે કોંગ્રેસના ગોવાના રાજ્યપાલ ઇકબાલસિંહની પણ પૂછપરછ થઈ હતી અને ૭ મે, ૨૦૧૧માં હસન અલીએ પોતાનો ગુન્હો કબૂલી પણ લીધો હતો.
 • ૪ ઑક્ટોબર, ૨૦૦૮માં ગુજરાતના પૂર્વ કોંગ્રેસી મિનિસ્ટર મહંમદ સૂરતીને બોમ્બ બ્લાસ્ટના આરોપમાં પાંચ સાથીઓ સાથે ૨૦ વર્ષની જેલની સજા ફટકારી તે તમામનો સંબંધ કોંગ્રેસ સાથે હતો કે નહીં ?
 • દિલ્હી બ્લાસ્ટના આરોપીઓને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીએ તમામ કાયદાકીય મદદ આપવાનું જાહેર કર્યું, ત્યારે સેન્ટ્રલ ગવર્નમેન્ટનું ફંડ મેળવતી સેન્ટ્રલ યુનિવર્સિટી આતંકવાદીને છોડવા સરકારનાં નાણાં કેવી રીતે વાપરી શકે ?નો વિરોધ થતાં કોંગ્રેસના નેતા અર્જુનસિંહે ખુલ્લેઆમ સંસ્થાને ટેકો જાહેર કર્યો હતો. કેમ... કયા સંબંધે ?
 • ૨૦૦૨માં ગોધરા એસ-૬ ડબ્બાને સળગાવી ૫૮ કાર સેવકોને જીવતા ભૂંજી નાખનાર આરોપીઓ (૧) મહંમદ હુસેન કલોટા- પંચમહાલ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલનો ક્ધવીનર અને ગોધરા મ્યુનિસિપાલિટીનો કોંગ્રેસનો પ્રેસિડેન્ટ સલીમ અબ્દુલ ગફ્ફાર શેખ
 •  યુવા કોંગ્રેસ પ્રમુખ પંચમહાલ, (૩) અબ્દુલ રહેમાન ઘંટિયા - અગ્રણી કોંગ્રેસી નેતા (૪) ફારૂખ ભાણા - સેક્રેટરી જિલ્લા કોંગ્રેસ કમિટી, (૫) હાજીબિલાલ કોંગ્રેસી અગ્રણી.