પાટીદારો માટે લાલુ કોલિંગ હાર્દિક

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭


 
 
બન્યું છે એવું કે રાષ્ટ્રીય જનતા દળના ચીફ લાલુ પ્રસાદે ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કોંગ્રેસ અને હાર્દિક આમંત્રિત કરે તો ગુજરાતમાં આવીને પ્રચાર કરવા માટે પણ તૈયાર છે. રવિવારે આર.જે.ડી. રાષ્ટ્રીય કારોબારીના ઓપનિંગ ડે નિમિત્તે કહ્યું કે, મેં હાર્દિક સાથે ફોન પર વાત કરી છે, હાર્દિક મારી દીકરી મીસા ભારતી જે રાજ્યસભાનાં સભ્ય છે તેમજ મારા દીકરા બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ સાથે સંપર્કમાં છે.
 
લાલુની આ ઇચ્છાનો સ્વીકાર હવે હાર્દિકે કર્યો છે કે નહીં એ તો ખબર નથી પણ હાર્દિક માટે લાલુએ મુશ્કેલી સર્જી દીધી છે, કેમ કે હાર્દિકને પાટીદાર આંદોલન વખતે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનો સાથ મળ્યો હતો પણ હવે એમણે ભાજપ સાથે હાથ મિલાવી દીધા છે. એટલે હાર્દિક એવું વિચારી રહ્યો છે કે નીતિશકુમાર સાથે રહેવું કે પછી ભાજપનો વિરોધ કરે છે એટલે લાલુનો સાથ આપી લાલુને ગુજરાતમાં બોલાવવા. હવે એ હાર્દિક અને કોંગ્રેસ નક્કી કરશે કે આવનાર ચૂંટણીમાં લોકોને લાલુનાં ભાષણોનો સ્વાદ ચાખવા મળે છે કે નહીં.