ટિકિટ ન મળે તો કપડાં બેસણામાં પહેરીશું
SadhanaWeekly.com       | ૦૬-ડિસેમ્બર-૨૦૧૭


 
 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી અને જાતજાતના અને ભાતભાતના રાજકારણી પહેરે તેવા સફેદ કપડાની મોસમ આવી ગઈ. દાવેદારોએ નિરિક્ષકો સમક્ષ પોતાની મજબૂત દાવેદારીઓ પણ નોંધાવી. પોતાને જ ટિકિટ મળે તે માટે એડીચોટનું જોર પણ લગાવી દીધું, પરંતુ એક દાવેદારને પોતાને ટિકિટ મળશે કે નહીં તે અંગે વિશ્ર્વાસ ન હતી. આથી તેને એક મિત્રએ ટોણો મારતાં કહ્યું કે અલ્યા આ સફેદ કપડાં સિવડાવી લીધા છે તને ટિકિટ નહીં મળે તો તેનું શું કરીશ ? ત્યારે દાવેદારે કહ્યું હતું કે કંઈ નહીં ટિકિટ નહીં મળે તો આખું વર્ષ બેસણામાં પહેરવામાં કામ લાગશે !!