#MeToo કેમ્પેઈન- હા મારી સાથે દુષ્કર્મ થયું છે…!

    ૦૮-ડિસેમ્બર-૨૦૧૭

 
 
ભારતમાં રહેનાર ભાગ્યે જ કોઈ એવી સ્ત્રી હશે જેને જાતીય સતામણીનો અનુભવ ન કર્યો હોય. પણ કેટલીક સ્ત્રીઓ બોલી શકે છે. મી ટુ કેમ્પેઈન આ મહિલાઓનો અવાજ છે…મી ટુ કેમ્પેઈન વિશે ઘણું લખાઈ ચૂક્યું છે અને ચર્ચાઓ પણ થઈ ચૂકી છે પણ મુદ્દો ખતમ નથી થયો. દુનિયા બદલાઈ ગઈ નથી. મહિલાઓનું શોષણ ચાલુ જ છે, અહિં શોષણ શારિરીક રીતે જ નહિ પણ માનસિક રીતે પણ થાય છે. હાલ સોશિયલ મીડિયા પર મી ટુ સંદર્ભની ટાઈમ્સ સામયિકની કવર સ્ટોરીને લઈને ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગયા બુધવારે ટાઈમ્સ મેગેઝિને નવું કવરપેજ જાહેર કર્યુ. ટાઈમ્સના આ કવર પેજનો જોરદાર વિરોધ કર્યો. વિશ્વાસના હોય તો ગૂગલ પર #MeToo લખીને સર્ચ મારી જુવો...
 
વિરોધ કેમ થયો? તો વાત એમ છે કે ટાઈમ્સે આ કવરપેજ પર બુધવારે ટાઇમ મેગેઝિને ‘મી-ટુ કેમ્પેઈન'ને 'પર્સન ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યું છે. પરંતુ આ મેગેઝીનનું કવર પેજ પ્રકાશિત થયું, તેની ગણતરીની સેકન્ડોમાં જ લોકોએ ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં લોકોએ રોઝ મેકગોવાન પેજ પર કેમ નથી? તેવી ફરિયાદ કરી છે. ટ્વીટર પર અનેક લોકોએ આ કવર પેજને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. મેકગોવાન પહેલી એવી એક્ટ્રેસ છે જેણે પ્રખ્યાત હોલિવૂડ પ્રોડ્યુસર હાર્વે વેન્સ્ટીન પર યૌન શોષણના ખુલ્લેઆમ આરોપ લગાવ્યા હતા. તમે કહેશો કે કોણ છે આ રોઝ મેક્ગોવાન? તો આ રહી તેની પ્રોફાઈલ….
રોઝ મેકગોવાન?
રોઝ મેકગોવાન અમેરિકન ઍક્ટ્રેસ છે. સૌથી પહેલા તેણે ન્યુયોર્ક ટાઈમ્સમાં એક ઈન્ટરવ્યુ આપ્યું અને આખા હોલિવૂડને હાલાવી નાખ્યું. તેણે આ ઈન્ટરવ્યુમાં હોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર હાર્લે વેન્સ્ટીન પર યૌન ઉત્પિડન અને દુષ્કર્મના આરોપ લગાવ્યો. અને ત્યાર પછી તો આવી અનેક હોલિવૂડની એક્ટ્રેસ આગળ આવી અને તેમણે પણ આ પ્રોડ્યુસર પર દુષ્ક્રર્મન આરોપ લગાવ્યા. લગાવનાર 50 મહિલાઓમાં સૌથી પહેલી એક્ટ્રેસ છે. રોઝના વેન્સ્ટીન પર યૌન ઉત્પિડનના ખુલાસા બાદ હોલિવૂડની જાણીતી હસ્તીઓ જેમાં એક્ટર્સ, ફિલ્મ મેકર્સ, પત્રકાર, હાસ્ય કલાકાર, ટોક શોના હોસ્ટ વગેરેએ યૌન શોષણના શિકાર થયાનો ખુલાસો કર્યો છે. અને શરૂ થયું મી-ટુ કેમ્પેઈન….
 
 
રોઝ મેકગોવાન અમેરિકન ઍક્ટ્રેસ 
 
શું છે મી-ટુ કેમ્પેઈન
હોલીવૂડના પ્રખ્યાત હાર્વી વિન્સટેન વિરુદ્ધ અભિનેત્રી અલિશા મિલાનોએ સોશિયલ મીડિયા પર સ્ત્રીઓને અપીલ કરી કે મી ટુ સાથે તમે સૌ જાતીય સતામણી વિશેનું મૌન તોડો તો દુનિયાને ખબર પડે કે ખરેખર શું ચાલી રહ્યું છે. અલિશાની ચેલેન્જે દરેક સ્ત્રીના મનમાં બળવો કરવાની હિંમત પેદા કરી. તરત જ પ્રસિદ્ધ ગ્લેમર વર્લ્ડથી લઈને દરેક ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓએ ‘પોતાને પણ જાતીય સતામણીનો અનુભવ થયો છે’ તે કબૂલવા માંડ્યું જાહેરમાં. એક જબરદસ્ત જુવાળ આવ્યો. કેટલાક પુરુષોએ પણ પોતાને થયેલા જાતીય સતામણીના અનુભવો વિશે કહેવાની હિંમત દર્શાવી.
 

 
બોલિવૂડ પણ મી-ટુ કેમ્પેઇનમાં જોડાયું…
સૌથી વધારે જાતીય સતામણી કાસ્ટિંગ કાઉચને નામે ગ્લેમર વર્લ્ડમાં થતી હોવાનું જાણ્યું છે, પણ તેના વિશે ક્યારેય કોઈ બોલતું નથી. પત્રકાર બરખા દત્તે પોતાના પુસ્તકમાં બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બન્યાનું કબૂલ્યું છે. કલ્કી કોચલીને પણ. ધ ન્યુઝમિનિટની એડિટર ધન્યા રાજેન્દ્રએ પણ મી ટુ કહીને પોતાની વાત કહી છે કે કોલેજ જતાં આવતાં બસ કે ટ્રેનના પ્રવાસમાં કે પછી કોઈ ફંક્શનમાં પણ ગમે ત્યારે અણગમતો સ્પર્શ અનુભવાયો હતો. રિપોર્ટર તરીકે જોડાઈ ત્યારે સિનિયર પત્રકારે પણ સ્પર્શ કર્યો. ધન્યા લખે છે કે એવું કરતી સમયે એ પત્રકારે કહ્યું કે તારું શર્ટ મને તને સ્પર્શ કરવા ઉશ્કેરે છે. પછી તો અનેકવાર અન્ય લોકોએ પણ અણગમતાં સ્પર્શ કર્યા.
 
આખી દુનિયા દંગ રહી ગઈ
 
મી ટુ એટલે કે હું પણ જાતીય સતામણીનો ભોગ બની છું તેવું જાહેરમાં કહેવું અને સ્વીકરવું. જો કે આ કહેવું સહેલું નથી. પણ સોશિયલ મીડિયા પર #MeToo સાથે જે સ્ટોરીઓ લખાઈ તે વાંચીને આખી દુનિયા દંગ રહી ગઈ. દંગ એટલા માટે કે તેમને ખબર તો હતી જ પણ આવું જાહેરમાં બોલાતું નહોતું. દુનિયાના દરેક સ્ત્રી-પુરુષને ખબર છે કે જાતીય સતામણી થાય છે. એ જાણનારાઓમાં કેટલાક ગુનેગાર હોય છે તો કેટલાક એ ગુનેગારોના ભોગ બનનારાઓ છે. ભોગ બનનાર ચૂપ રહે છે ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. સદીઓથી આ ચાલ્યું આવતું હતું. પણ સોશિયલ મીડિયાના આ જમાનામાં હવે કઈ પણ છુપાવવું અશક્ય છે…..