જો આવું થાય તો ઈવીએમ થી નહિ પણ બેલેટ પત્રથી ચૂંટણી યોજાય!

    ૦૯-ડિસેમ્બર-૨૦૧૭



 

ચૂંટણીની જુની પધ્ધતિ યાદ કરી એ તો મતદારને એક બેલેટ પત્ર મળતું અને તે પત્રમાં ઉમેદવાર અને પક્ષના નિશાન છપાયેલા હોય. મતદાર જે તે ઉમેદવારના નિશાન ઉપર સિક્કો મારી તેને મત આપતો પણ હવે તે બેલેટ પત્રનું સ્થાન ઇવીએમે લઈ લીધું છે.

ઇવીએમનો ઉપયોગ ભારતમાં પહેલીવાર ૧૯૮૨માં કેરલામાં કેટલીક બેઠક પર થયો. ત્યાર પછી અનેક ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ કરી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું વર્ષ ૨૦૦૪ પછીની બધી જ ચૂંટાણીમાં ભારતમાં ઇવીએમનો ઉપયોગ થવા લગ્યો છે.

ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થવાથી સમય બચ્યો, સાથી સાથે અનેક ગૂંચવણો તો દૂર થઈ પણ તેની સાથે સાથે વિવાદ પણ થયો. ઈવીએમની વિશ્વાશનીયતા પર પ્રશ્ન થયા. ઈવીએમ હેક કરી શકાય છે તેવા દાવાઓ થયા.

હવે મહત્વની વાત. અનેક રાષ્ટ્રીય પક્ષોએ ઈવીએમ પર સવાલ ઉભા કર્યા છે ત્યારે શું બેલેટ પેપેરથી ચૂંટાણી યોજાઈ શકે છે? હા યોજાય શકે છે. ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વેબ પર ઈવીએમ ને લઈને કેટાલાક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એક ઈવીએમમાં ૧૬ જ ઉમેદવારના નામ દેખાડી શકાય છે અને જો ૧૬ કરતા વધારે ઉમેદવાર હોય તો એકસાથે વધારેમાં વધારે ચાર ઈવીએમ કનેક્ટ કરી શકાય છે. માટે એક બેઠક પર ૬૪ ઉમેદવાર હોય તો ચાર મશીન લગાવી શકાય પણ ૬૪ કરતા વધારે હોય તો ત્યાં ઈવીએમ કામ નહિ કરે કેમ કે પાંચમું ઈવીએમ લગાવવું શક્ય નથી. માટે જે બેઠક પરથી ૬૪ કરતા વધારે ઉમેદવાર ચૂંટણી લડતા હોય ત્યાં બેલેટ પેપરથી જ ચૂંટણી લડવી પડે…માટે આજે પણ બેલેટ પેપેર થી ચૂંટણી યોજાય શકે છે. બસ સરત એટલી કે તે બેઠક પર ૬૪ કરતા વધારે ઉમેદવાર ચૂંટણી લડતા હોય…


 
 

ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વેબ પર ઈવીએમ ને લઈને કેટાલાક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. તે વાંચવા અહિં ક્લિક કરો…

http://eci.nic.in/eci_main1/evm.aspx