તો હવે એક પણ કથિત સીડી બહાર નહિ આવે? કેમ? વાંચો!

    ૦૯-ડિસેમ્બર-૨૦૧૭

 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે કથિત સીડીઓના કારણે વિવાદીત રહી. પણ હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન શાંતિ પૂર્ણ રીતે પૂરૂ થયું છે. લગભગ ૬૫ ટકા જેટલું મતદાન થયું છે. સારી વાત છે પણ બીજી એક સારી વાત એ છે કે લગભગ હવે કોઇ કથિત સીડી બહાર નહી આવે. કારણે કે હાર્દિક પટેલની જે કથિત વિડીઓ જે યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચ્યા છે તે યુ-ટ્યુબ ચેનલનું એકાઉન્ટ બંધ કરી દેવાયું છે.
 
આ ચેનલનું નામ હતુ “હાર્દિક પટેલ એન્ડ ગેંગ”.આ ચેનલનું ઍકાઉન્ટ બંધ થતા હવે એવું માની લઈએ કે હવે કોઈ આવી સીડી બહાર નહિ આવે! આ ગુજરાતની આ વખતની ચૂંટણીનું કંલકીત પ્રકરણ ગણી શકાય. પ્રશ્ન એ થાય કે આવું જ્યા સુધી ચાલ્યા કરશે? સોશિયલ મીડિયાની આ ખરાબ બાજુ પણ છે. જોકે આ કથિત વિડીઓ વાઈરલ થવાથી સોશિયલ મીડિયા પર અલગ અલગ માધ્યમ પર આ વિડિયો તો છે જ પણ વિડીયોનો મુખ્ય સ્ત્રોત એવી આ યુ-ટ્યુબ ચેનલ બંધ કરી દેવાઈ છે…જોકે અમારી આ વેબ સાઈટ આવા કોઇ વિડીયોની પુષ્ટી કરતી નથી…