દુનિયાના સૌથી ઉંમર લાયક મતદાતા અજિબેને કર્યુ મતદાન

    ૦૯-ડિસેમ્બર-૨૦૧૭

 
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સૌથી વધુ ઉંમર ધરાવતા મતદારે મતદાન કર્યુ છે. આ મતદાતાનુ નામ અજિબેન ચંદ્રવાડીયા છે, જેમની ઉંમર ૧૧૬ વર્ષ છે અને તેઓ ઉપલેટાથી મતદાન કરી દરેક મતદાતાઓનો ઉત્સાહ વધાર્યો છે. અજિબેન ચંદ્રવાડીયા રાજકોટના ઉપલેટાના રહેવાસી છે.