બજેટ ૨૦૧૭ – વાંચો બજેટની મહત્વની જાહેરાત
SadhanaWeekly.com       | ૦૧-ફેબ્રુઆરી-૨૦૧૭


 

નાણામંત્રી અરૂણ જેટલીએ આજે નોટબંધી બાદ ર૦૧૭-૧૮નુ પહેલુ બજેટ રજુ કર્યુ. તેને ખેડુત, ગ્રામવિકાસ, યુવક, ગરીબો માટે મકાન અને ડિજીટલ ઇકોનોમી જેવા દસ હિસ્‍સામાં વહેચી શકાય તેમ છે. સરકારે એક તરફ ૩ લાખથી વધુના રોકડ ટ્રાન્‍ઝેકશન ઉપર પ્રતિબંધની વાત જણાવી તો બીજી તરફ રાજકીય પક્ષો ઉપર ર૦૦૦થી વધુનો ફાળો રોકડમાં લેવા ઉપર પણ મનાઇ ફરમાવી હતી. સરકારે આમ આદમી માટે ઇન્‍કમટેક્ષમાં રાહત આપી અને ૩ લાખની આવકને ટેકસ ફ્રી કરી દીધી. નાણામંત્રી જેટલીએ બજેટમાં કાળુ નાણુ, ભ્રષ્‍ટાચારના દુષણને ડામવા અનેકવિધ પગલાઓની જાહેરાત કરી તો બીજી તરફ ડિજીટલ કાર્યક્રમને આગળ ધપાવવા મોટા-મોટા એલાનો કર્યા છે. આજે સામાન્‍ય બજેટની સાથે રેલ્‍વે બજેટ પણ રજુ કરવામાં આવ્‍યુ હતુ. નુર ભાડા યથાવત રાખવામાં આવ્‍યા છે તો ઇ-ટીકીટ ઉપરનો સર્વિસ ચાર્જ કેન્‍સલ કરવામાં આવ્‍યો છે. એકંદરે કૃષિ અને ગ્રામીણ વિકાસ તથા આમ આદમી માટે અચ્‍છે દિનની આશ જેવુ બજેટ ગણાવી શકાય. બજેટ થકી કાબિલ' જેટલીએ કરદાતાને રઇશ' બનાવવાનો પ્રયાસ કર્યો છે.


 • ૩ લાખ સુધીની આવક ટેક્ષ ફ્રીઃ

 • ૩ લાખથી વધુના રોકડ વ્‍યવહાર ઉપર પ્રતિબંધ

 • રાજકીય પક્ષો ઉપર પ્રહાર ૩ થી પ લાખ સુધીની આવક ઉપર પ ટકા ટેકસઃ પ૦ લાખથી ૧ કરોડની આવક પર ૧૦ ટકાનો સરચાર્જ

 • ૧ કરોડથી વધુની આવક પર ૧પ ટકાનો સરચાર્જ

 • રાજકીય પક્ષો ર૦૦૦થી વધુનો ફાળો રોકડમાં લઇ નહી શકે

 • આઇઆરસીટીસી પરથી ટીકીટ બુકીંગ કરાવનાર ઉપર સર્વિસ ટેકસ માફ

 • પ૦ કરોડ સુધીના ટર્નઓવરવાળી કંપનીઓને ટેકસમાં પ ટકાની છુટ

 • ર કરોડ સુધીનુ વેચાણ કરનાર વેપારીઓની આવક ૮ ટકાને બદલે ૬ ટકા

 • પાસપોર્ટ પોસ્‍ટ ઓફિસમાંથી પણ મળશે

 • ઝારખંડ અને ગુજરાતમાં એમ્‍સ સ્‍થપાશે

 • ખેડુતોનુ ૬૦ દિવસનું વ્‍યાજ માફ થશે

 • રેલ્‍વે સેફટી ફંડ માટે ૧ લાખ કરોડની ફાળવણી

 • રેલ્‍વે બજેટમાં નુરભાડા યથાવત

 • નાણામંત્રી અરૂણ જેટલીએ ર૦૧૭-ર૦૧૮નું રજુ કર્યુ બજેટ

 • ખેડુતો, ગ્રામ વિકાસ, યુવકો, ગરીબો, સામાજીક સુરક્ષા, ડિજીટલ ઇકોનોમીને પ્રોત્‍સાહન આપવા પ્રયાસ કર્યો

 • અન્ય જાહેરાતો

 • વખતનું બજેટ દસ મુદ્દાઓ પર આધારીત

 • 1 ખેડૂતો- 5 વર્ષમાં કમાણી બમણી રૂરલ

  3 યુથ

  4 ગરીબ અને અન્ડર પ્રીવિલેજ

  5 ઈન્ફ્રાસ્ટ્રક્ચર

  6, ફાઈનાન્શિયલ સેક્ટર

  7 ડિજીટલ ઈકોનોમી

  8 પબ્લિક સર્વિસ

  9 પ્રુડન્ટ ફિસક્લ મેનેજમેન્ટ

  10 ટેક્સ એડમિનિસ્ટ્રેશન

 • મિડલ ક્લાસને રાહત, ઈનકમ ટેક્સ ઘટાડવામાં આવ્યો. 3 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં. 3-5 લાખ પર 5% ટેક્સ. 50 લાખથી 1 કરોડ સુધીની વાર્ષિક આવકવાળાને 10%નો સરચાર્જ.

 • સ્ટાર્ટઅપ માટે કંપનીઓને ટેક્સ સીમામાં સાત વર્ષ માટે છૂટ. ઘરો માટે કેપિટલ ગેન ટેક્સ સીમા ઘટાડાઈ. કેપિટલ ટેક્સ સીમા 3થી ઘટાડીને 2 વર્ષ કરાઈ.

 • 3 લાખથી વધુની કેશ લેવડદેવડ બંધ થશે. રાજકીય પાર્ટીઓને હવે 2 હજાર રૂપિયાથી વધુના દાનનો હિસાબ આપવો પડશે. તેનાથી વધુનું દાન ચેક કે ડિજિટલ રીતે કરવું પડશે.

 • નાની કંપનીઓ માટે ટેક્સ 25% થયો. 50 કરોડના ટર્નઓવરવાળી કંપની મહત્વની. 96% કંપનીઓ આ વર્તુળમાં રહેશે.

 • નાની કંપનીઓને ટેક્સમાં છૂટ, 25% થયો ટેક્સ. ટેક્સ સીમા 3 વર્ષથી ઘટાડીને 2 વર્ષ કરાઈ. જમીન સંપાદન પર મળનારી છૂટ પર મળનારો ફાયદા પર ટેક્સ નહીં લાગે. આંધ્ર પ્રદેશમાં જમીન લેવા પર કેપિટલ ટેક્સ નહીં લાગે.

 • 2017-18માં કુલ 21,47,000 કરોડ રૂપિયાના ખર્ચનું બજેટ. સંરક્ષણ ક્ષેત્ર માટે 86,484 કરોડ રૂપિયાની મૂડી વ્યય સહિત કુલ 2,74,114 કરોડ રૂપિયાની ફાળવણી. તેમાં પેન્શન ફંડનો સમાવેશ નથી થતો.

 • 125 લાખ લોકોએ ભીમ એપ બનાવી. ભીમ એપના વિકાસ માટે સરકારે બે સ્કીમ લગાવી. રેફરલ બોનસ સ્કીમ અને વેપારીઓ માટે કેશ બેંક સ્કીમ. ભીમ એપ, પેટ્રોલ પંપથી લઈને માર્ગ પરિવહન કાર્યાલયો સુધી વિકાસ માટેની કોશિશ કરવામાં આવી રહી છે.

 • 8 3500 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈન લગાવવામાં આવશે. 2019 સુધીમાં તમામ ટ્રેનોમાં બાયો ટોઈલેટ હશે. પ્રવાસ અને તીર્થયાત્રા માટે અલગ ટ્રેનો દોડશે. કેશલેસ રિઝર્વેશન 58થી વધારીને 68 ટકા કરાયો. ઈ-ટિકિટ પર સર્વિસ ટેક્સ નહીં લાગે.