કેન્દ્રીય બજેટમાં ગુજરાતને મળી બહુ મોટી ભેટ
SadhanaWeekly.com       | ૦૧-ફેબ્રુઆરી-૨૦૧૭

 


 કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે નાણાંકીય વર્ષ 2017-18નું બજેટ રજૂ કરતાં ગુજરાતને બહુ મોટી ભેટ આપી હતી. જેટલીએ જાહેરાત કરી હતી કે આ વર્ષે દેશમાં બે સ્થળે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) શરૂ કરવામાં આવશે.

આ પૈકી એક ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) ઝારખંડમાં અને બીજું ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ મનાય છે.

ગુજરાતમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) ક્યાં શરૂ કરવામાં આવશે તે અંગે બજેટમાં કોઈ જાહેરાત કરવામાં નથી આવી પણ મોટા ભાગે રાજકોટ ખાતે શરૂ કરાય તેવી શક્યતા છે.