અંગ્રેજોને ખુશ કરવા જ્યારે બજેટ સાંજે પાંચ વાગે રજૂ થતું હતુ....
SadhanaWeekly.com       | ૦૧-ફેબ્રુઆરી-૨૦૧૭

 


 

નાણામંત્રી અરૂણ જેટલીએ આજે સવારે ૧૧ કલાકે ર૦૧૭-૧૮નું સામાન્‍ય બજેટ લોકસભામાં રજુ કર્યુ અને ઇતિહાસ રચ્યો છે. નાણામંત્રી અરૂણ જેટલીએ ર૮-ર૯ ફેબ્રુઆરીના બદલે ૧લી ફેબ્રુઆરીએ બજેટ રજુ કર્યુ. અત્યાર સુધી અગ્રેજોએ નક્કી કરેલા સમય પ્રમણે દર વર્ષે ર૮-ર૯ ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ થતું હતુ.

આ ઉપરાંત સામાન્ય બજેટ અને રેલવે બજેટ અત્યાર સુધી અલગ અલગ રજૂ થતું હતું પણ આ વખતે રેલવે અને સામાન્ય બજેટ એક સાથે રજૂ કરી અરૂણ જેટલી એ નવો માર્ગ અપનાવી એક રેકોર્ડ-ઇતિહાસ રચ્યો છે. ૯૩ વર્ષમાં પહેલીવાર રેલ્‍વે બજેટ અલગ રજુ ન થયુ…
અત્રે ઉલ્લેખનીય છે કે આવો જ એક ઇતિહાસ વર્ષ ૨૦૦૧માં અટલજીએ રચ્યો હતો…ખૂબ ઓછા લોકોને ખબર હશે કે વર્ષ ૨૦૦૦ સુધી સંસદમાં સામાન્ય બજેટ સાંજે પાંચ વાગે રજૂ થતું હતું. આઝદી પચી પણ ૪૦ વર્ષ સુધી આપણી સંસદમાં બજેટ સાંજે પાંચ વાગે રજૂ થતું રહ્યું કે જેથી ઇગ્લેન્ડ્માં અંગ્રેજો સવારે ૧૧ વાગે ભારતનું બજેટ સાંભળી શકે અને તેના પર નજર રાખી શકે. ગુલામીની આવી માનસિકતા અટલજીએ બદલી અને બજેટ સવારે ૧૧ વાગે રજૂ કરવાનો નિર્ણય કર્યો….