૧૦ ‘પાવરફૂલ આદતો જે તમારા વ્યક્તિત્વને ઊંચાઈ પર પહોંચાડી દેશે
SadhanaWeekly.com       | ૧૦-ફેબ્રુઆરી-૨૦૧૭
 
૧. નિરીક્ષણ


Observe…. ધ્યાનથી જોવું, અવલોકન કરવું, તમારી હાજરી જ્યાં પણ હોય તમારી આજુબાજુમાં શું ચાલી રહ્યું છે તેને ધ્યાનથી જુઓ, નિરીક્ષણ કરો. દરેક વસ્તુ, આજુબાજુના વાતાવરણને જોઈ તમે તેની કલ્પના કરી શક્યા હોય તો તે તમારી સારી આદત છે.


૨. શીખવું


તમને દરેકમાં કંઈક શીખવાની ધગશ હોય તો તમારો તે પ્લસ પૉઈન્ટ છે. માટે હંમેશા તમારા મગજને ખુલ્લુ રાખો અને શીખવાનું ક્યારેય બંધ ન કરો. દુનિયાના દરેક ખૂબને જ્ઞાન મળે છે. જ્ઞાન મેળવના રહો.. મૃત્યુ પામો ત્યાં સુધી...

૩. સાંભળવું


શું તમે દરેકને ધ્યાનથી સાંભળો છો ? કોઈને વાતને અટકાવતા નથી ? જો જવાબ હા હોય તો તે સારી વાત છે. કોઈનોય અડધો પ્રશ્ર્ન સાંભળી જવાબ આપવાની ઉતાવળ ન કરો. આ માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે આજ કાલ કોઈ સાંભળવા તૈયાર જ નથી. ધ્યાનથી સાંભળતા શીખો. પછી જુઓ. તમારી દુનિયા બદલાઈ જશે.

૪. પ્રયોગ


Experiment જીવનમાં નવા પ્રયોગો કરતા રહેવા જરૂરી છે. જો તમે એક સુરક્ષિત ઝોનમાં રહીને જ કામ કરો છો કે જીવન જીવો છો તો તમે અડધા પૂરા થઈ ગયા છો. આમાંથી બહાર આવો. નવા પ્રયોગ કરો. પ્રયોગ કરો અને પોતાની લાઇફ બદલો.. પ્રયોગમાં નિષ્ફળ જાવ તો ડરો નહીં અને જો સફળ થશો તો તમારામાં આત્મવિશ્ર્વાસ પ્રગટશે.

૫. જ્ઞાનને વધારો


જીવનમાં Expand… વિસ્તરવું જ‚રી છે. એક પ્રકારના જ્ઞાનને લઈને બેસી ન રહો. જ્ઞાનને વધારો. અનેક ક્ષિતિજ પર તમારી બુદ્ધિમતાને લઈ જાવ.

૬. વાતચીત


શું તમે દરેક સાથે સહેલાઈથી વાતચીત કરી શકો છો ? કરી શકતા હો તો ખૂબ સારી વાત છે. તમારી આજુબાજુમાં આવા ઘણા વ્યક્તિઓ હશે. તેમની પાસેથી તમે શીખી શકો. તમારે પાસે જે નવી માહિતી હોય તેને રસપ્રદ રીતે રજૂ કરો. તમારા વિચારોને શેર કરો. નવા વિચારો વિશે વાત કરો. જે તમારું નોલેજ પણ વધારશે.

૭. કસરત


નિયમિત કસરત કરવી એ જ સારી આદત છે. શરીર ને મગજ સંતુલન હશે તો જ તમે ધાર્યું કરી શકશો. જો આમાની એક પણ સારી સ્થિતિમાં નહીં હોય તો તમારા માર્ગમાં તે અડચણો ઊભી કરશે જ. દિવસની ઓછામાં ઓછી ૨૦ મિનિટ તો કસરત માટે ફાળવો જ.


૮. શક્યતાઓને તપાસવી


કોઈપણ કામ કરો તેમાં રહેલી શક્યતાઓ પહેલા તપાસો, કંઈક અલગ વિચારો. બીજા કરતા અલગ. કોઈપણ નવા વિચારને નકારાત્મકતાથી લો. તે વિચારને સાકાર કરવા તેની દરેક સંભાવનાઓ, શક્યતાઓને તપાસો. જો તમે આવું કરતા હો તો તે તમારી સારી ટેવ છે.

૯. ધ્યાન


તમે કોઈપણ કામ કરતા હો અને તે કામમાં તમે ધ્યાનમય બની જતા હોય તો તે તમારી ઉત્તમ આદત છે. આ માટે તમારે ધ્યાનમાં બેસવું જોઈએ. યોગા તમને આમાં મદદ કરી શકે.

૧૦. તમારા મગજની પરીક્ષા લો


તમે ક્યારેય તમારા મગજ સાથે રમત રમી છે. તે સારી વાત છે. તેની સાથે વાત કરો. તમારા મગજમાં ભગવાને એક બ્રહ્માંડનું સર્જન કર્યું છે. જો તેના પર તમારો કંટ્રોલ થયો તો તમે નક્કી આગળ જવાના. મગજની કસરત-‘મગજમારી’ કરો.

- હિતેશ સોંડાગર