અમદાવાદની NIDમાં દારૂની મહેફિલ ચાલુ હતી ને પોલિસ પહોંચી ગઈ
SadhanaWeekly.com       | ૧૧-ફેબ્રુઆરી-૨૦૧૭

 


 

અમદાવાદની પાલડી ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન(એનઆઇડી) કેમ્પસ ખાતે ગઈ કાલે ૧૦ ફેબ્રુઆરીએ રાત્રે દારૂની મહેફિલ માણી રહેલા 29 યુવક-યુવતીઓને પોલીસે ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવક-યુવતીઓ દારૂ પીને જોરજોરથી મ્યુઝિક વગાડી રહ્યા હતા, જેની જાણ કોઈએ 100 નંબર પર ફોન કરીને કરી હતી. આ પછી પોલીસ કંટ્રોલ દ્વારા પાલડી પોલીસને જાણ કરતાં પોલીસે રેડ કરી હતી, જેમાં આ યુવક-યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ધરપકડ થયેલાઓમાં ૧૫ યુવકો અને ૧૪ યુવતીઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પોલીસ દ્વારા આ સંસ્થાને આ બાબતે ધ્યાન દોર્યુ હતું.