ડૈની ડેન્ઝોપ્પા-માત્ર ખલનાયક નહિ ગાયક પણ ખરો! સાંભળો વિશ્વાસ નહિ કરો.
SadhanaWeekly.com       | ૨૫-ફેબ્રુઆરી-૨૦૧૭


 

 

ખલનાયક તરીકે ડૈની ડેન્ઝોપ્પાનો ડંકો વાગે છે.!! આવા હિન્દી ફિલ્મના લોકપ્રિય વિલન અભિનેતા ડૈની ડેન્ઝોગ્પાનું નામ ત્શીંયાંગ પેન્ટસો ડેન્ઝોગ્પા છે. તેમનો જન્મ રપ, ફેબ્રુ. ઈ.સ. ૧૯૪૮ સિક્કીમ ખાતે થયો છે. તેમનું ફિલ્મનું નામ ડૈની છે. ફિલ્મી દુનિયાનો ડેન્જરસ (Dengerous) વિલન ડૈની ડેન્ઝોગ્પા આજે તેની ૬૯ વર્ષની ઉંમરે પણ રોજ સવારે નિયમિત પાંચ વાગે ઉઠીને પ્રકૃતિને માણવા માટે સિક્કીમના જંગલોમાં નીકળી પડે છે!! તેઓ ફિલ્મના શુટિંગ સિવાય પોતાના એકાંતના દિવસો આજકાલ પ્રકૃતિની ગોદમાં વિતાવી રહ્યા છે. ડૈની ડેન્ઝોપ્પા બૌદ્ધ ભિક્ષુ પરિવારના છે. તેમનો પરિવાર છેલ્લી ૧૪ પેઢીથી બૌદ્ધધર્મી છે. તેમને પણ બૌદ્ધ ભિક્ષુક બનવું હતું. પરંતુ તે ન બની શક્યા? ઉલ્લેખનીય છે કે તે ખૂબ સારા ગાયક છે. પણ તેઓ જ્યારે ગાયક તરીકે મ્યુઝિક ડીરેક્ટર પાસે કામ માંગવા જતા તો તેઓ તેમને હડધૂત કરી કાઢી મુકતા અને કહેતા કે ફાટેલી બાસૂરી જેવો તારો અવાજ છે. તારી જોડે કોણ ગીત ગવડાવે, જા અહિંથી નહિતો ચપ્પલથી મર ખાઈસ. પણ તેમ છતાં  બોલીવૂડમા આશા ભોંસલે તથા રફી સાથે પણ તેમણે ગીતો ગાયા છે. જે હિટ કહી શકાય. કદાચ તમને નહિ ખબર હોય કે આ ગીતો ડૈનીએ ગાયા છે… આજે તેના જ્ન્મદિવસે સાંભળો તેના કેટલાક ગીતો…

આશા ભોંસલે સાથેનું આ ફેમસ ગીત યાદ કરો....અવાજ ડૈની નો પણ છે...

 

 મોહમ્મદ રફી સાથે પણ ગાયું આ ગીત...

 

જુવો... આમા તો તે ગીત ગાતા પણ જોવા મળે છે...

 

ભાષા નહિ ડૈનીને સાંભળો...