પાલનપુરની આ માનવતાની દિવાલ વિશે તમે સાંભળ્યુ કે નહિ?
SadhanaWeekly.com       | ૨૮-ફેબ્રુઆરી-૨૦૧૭
માનવતાની દીવાલ

ગરીબોને મદદ કરવા પાલનપુરના જીમ ટ્રેનર નદીમભાઇ પઠાણે એક અનોખો આઇડીયા શોધી કાઢ્યો છે. જેમાં તેને હાઇવે ઉપર આવેલી કોલેજ પાસે માનવતાની દીવાલ બનાવી છે. જ્યાં ઘરમાં જે વસ્તુની જરૂર નથી અથવા તો જૂનીવસ્તુઓ પાલનપુરના શહેરીજનો ત્યાં મુકી શકશે. અને આ વસ્તુઓ જે ગરીબો લાચાર છે અને માંગી નથી શકતા તેવા તથા અન્ય ગરીબ લોકો લઇ શકશે.  આ અંગે નદીમભાઇ પઠાણે જણાવ્યું હતું કે, ‘બે માસ પહેલાં હું જમશેદપુર ખાતે પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં રમવા ગયો હતો ત્યારે ત્યાં મેં આવું બોર્ડ જોયું હતું. જે ઉપરથી પ્રેરણા લઇ મેં પાલનપુરમાં માનવતાની દીવાલ બનાવી છે. 

 જ્યાં પાલનપુરવાસીઓ તેમને જરૂર ન હોય તેવી જૂની વસ્તુઓ અહીંયા મુકી જશે અને આ જૂની વસ્તુઓ જે ગરીબ, માંગી શકતા ન હોય તેવા જરૂરીયાતમંદો અહીંથી લઇ જઇ શકશે. આમ ગરીબોને મદદ કરવા પાલનપુરમાં અલગ-અલગ 20 જગ્યાએ તેમજ બનાસકાંઠાના અન્ય ગામડાઓમાં પણ આવી માનવતાની દીવાલ બનાવવી છે.’ તેમના આ કાર્યને શહેરીજનો બિરદાવી રહ્યા છે.