અમારા ગામનું નામ ‘ગંદા’ છે. કોઈને કહેતાં શરમ આવે છે,પ્લીઝ, આ નામ બદલી આપો.
SadhanaWeekly.com       | ૦૩-ફેબ્રુઆરી-૨૦૧૭

હરપ્રીત કૌરે પોતાના ગામનું ‘ગંદા’ બદલવા માટે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફતેહાબાદ જિલ્લામાં રતિયાના ગામ ‘ગંદા’નું નામ બદલીને અજિતનગર કરાવનારી ગામની સાતમા ધોરણમાં ભણતી હરપ્રીત કૌરના પરિવારને ગ્રામ પંચાયતે ૧૦૦ ગજનો પ્લોટ આપીને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે હરપ્રીત કૌરે પોતાના ગામનું ‘ગંદા’ બદલવા માટે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. તેણે પત્રમાં લખ્યું હતું કે આદરણીય વડાપ્રધાન, અમારા ગામનું નામ ‘ગંદા’ છે. કોઈને કહેતાં અમને શરમ આવે છે, અમે જ્યાં પણ જઈએ છીએ, ત્યાં અમારા ગામનું નામ ‘ગંદા’ સાંભળીને લોકો અમારા પર હસે છે. પ્લીઝ, આ નામ બદલી આપો. અને આ પત્ર કામ કરી ગયો છે..હરપ્રિતની આ પહેલ પછી ગ્રામ પંચાયતે ૧૦૦ ગજનો પ્લોટ આપીને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.


ગામના સરપંચ લખવિન્દ્ર રામે જણાવ્યું કે આ છોકરીનો પરિવાર ગામના કબજાવાળી જગ્યા પર પોતાનું ઘર બનાવીને જીવન વિતાવે છે. પંચાયતે ફેંસલો કર્યો કે હરપ્રીતકૌરને સન્માન આપવા પંચાયત ગામની કોઈ વ્યક્તિ પાસેથી ૧૦૦ ગજનો પ્લોટ ખરીદશે, તેનું રજિસ્ટ્રેશન કરાવીને હરપ્રીતકૌરના પરિવારને આપવામાં આવશે. પ્લોટ અને રજિસ્ટ્રીનો તમામ ખર્ચ ગ્રામ પંચાયત ઉઠાવશે. વિદ્યાર્થિની હરપ્રીતકૌરે પીએમ મોદીને પત્ર લખીને તેમના ગામનું નામ ‘ગંદા’ બદલીને ઇજતનગર રાખવાની માગણી કરી હતી. આ ઘટનાની ચર્ચા દેશભરમાં થયા બાદ વિદ્યાર્થિનીને વિવિધ સંગઠનોએ સન્માનિત કરી. ગામનું નામ બદલવાની મંજૂરી સીએમ મનોહરલાલે આપી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મળતાં જ ગામનું નામ બદલાઈ જશે.