ઇઝરાયલ સરકાર લાઉડ સ્પીકર પર અજાન પઢવા નથી દેતી!
SadhanaWeekly.com       | ૦૩-ફેબ્રુઆરી-૨૦૧૭


 

સામાન્ય રીતે દરેક દેશની સરકાર દુનિયાના બધા જ ધર્મોના આદર તરફી હોય છે અને તે એ કારણે જ તે એવો કોઈ કાયદો નથી બનાવતી કે જેનાથી બે ધર્મો વચ્ચે મતભેદ ઊભા થાય. ભારતે તો પોતાના બંધારણમાં ધર્મનિરપેક્ષતા શબ્દનો ઉપયોગ કરીને દરેક ધર્મ પ્રત્યે આદર જાહેર કર્યો છે અને વાત તો એમ જ છે કે દરેક દેશની સરકાર એવી અપેક્ષા રાખે કે પોતાના દેશના ધર્મનું પાલન સહુ કરે.
ધર્મ એક માન્યતાની વસ્તુ છે માટે જ કોઈ પણ સરકાર તેની આડે નથી આવતી. આટલું જ નહીં, કોઈ પણ ધર્મના લઘુમતી સમાજનું રક્ષણ કરવું પણ તે પોતાનો ધર્મ માને છે. રાષ્ટ્રસંઘે પણ દુનિયાના તમામ દેશો સામે ચાર્ટરના ‚પમાં બંધન રજૂ કર્યંુ છે અને દરેક દેશની સરકારે સદ્ભાવના માટે દુનિયામાં પોતાની ફરજનો સ્વીકાર કર્યો છે. ધર્મને કારણે માત્ર વિવાદ જ નહીં કાંઈ કેટલાંય યુદ્ધ થયાં છે તેનો તો આખો ઇતિહાસ ભરેલો છે. આજે પણ એક જ દેશના બે ધર્મોના અલગ અલગ વર્ગોના લોકો પરસ્પર ટકરાયા કરે છે અને સરકાર પોતાની પોલીસ તેમજ કાયદા પ્રમાણે તેને રોકવાનો પ્રયત્ન કર્યે રાખે છે. આપણે ભારતીય તો આવા પ્રકારના ટકરાવના ખાસ્સા અનુભવી છીએ. આ મતભેદને કારણે વિશ્ર્વમાં સાંપ્રદાયિક દંગલો અને હૃદયદ્રાવક ઇતિહાસ રચાયા કરે છે.
સમજદારી અને ભાઈચારાના આ યુગમાં પણ ઈઝરાયેલ એક એવો દેશ છે જે પોતાના ધર્મના નિયમો બાબતે કોઈ પણ વાટાઘાટ પૂર્વે દશ વાર વિચાર કરે છે. તે એ વાતને ધ્યાનમાં રાખે છે કે ક્યાંક તેના લીધે આસ્થા અથવા તો તેના પોતાના ધર્મનો અનાદર તો નથી થતો ને ! ઈઝરાયલની યહૂદી પ્રજાએ પોતાની સ્થાપનાથી માંડીને આજ સુધી સમય સમય પર વિશ્ર્વના બે મોટા સમુદાય ઈસાઈ અને મુસલમાનો દ્વારા કેટકેટલી વાર પોતાના દેશનો જ નહીં પરંતુ પોતાની આસ્થા અને ધર્મના માટે બનાવેલ નિયમોનો વિરોધ કરતા જોયા છે. ભૂતકાળની તે વાતો યહૂદી લોકો હજુ પણ નથી ભૂલ્યા અને તેથી ઈઝરાયેલમાં સરકાર તેવા દિવસ પાછા જોવા માંગતી નથી. આ કારણે જ તેઓ અમુક પ્રકારના વિરોધ તરત જ કરે છે. ભૂતકાળ પ્રત્યે યહૂદીઓ જાગૃત છે તેનું મૂળ કારણ એ છે કે યહૂદીઓ નથી ઇચ્છતા કે તેમને કોઈ સારા યા ખરાબ કહી શકે અને એટલે જ તેઓ પોતાના ધર્મના વિરોધીઓ સાથે પણ કોઈ પ્રકારની સમજૂતી કરવા નથી માંગતા. ઈઝરાયેલ ધાર્મિક દેશ છે અને તે પોતાના અનુયાયીની આસ્થાને કોઈ ઠેસ પહોંચાડે તેને માફ કરવામાં નથી માનતા. ઈઝરાયેલ સરકાર પોતાની પ્રજાની સંવેદનાઓથી સારી રીતે વાકેફ છે અને માટે જ તે એવું કંઈ નથી કરવા માગતી જેનાથી યહૂદીઓ અપમાનિત થઈને પોતાની ધાર્મિક ભાવનાની રક્ષા માટે કંઈ પણ ગરબડ ઊભી કરી બેસે. આક્રોશમાં આવેલ પ્રજા કંઈ પણ કરી શકે છે. માટે તે પોતાના પ્રશાસનને ચુસ્ત અને મજબૂત રાખવાની દૃષ્ટિથી આ પ્રકારના કડવા નિર્ણયો લેતી રહે છે. સામાન્ય રીતે દરેક દેશની સરકાર ઇચ્છે છે કે પોતાની જનતાની ધાર્મિક આસ્થાનો આદર જાળવવા પોતાના નાગરિકોની ભાવનાને જુએ અને તનાવની સ્થિતિ ઉત્પન્ન ન થાય અને સમાજમાં શાંતિ સ્થપાયેલી રહે.
વાચકોને એ કહેવાની જ‚ર નથી કે ઈઝરાયેલ સરકારે પહેલેથી જ જાહેર જગ્યાઓ પર મસ્જિદોના મિનારા પર લગાવેલ માઈક પર અજાન પઢવા બાબતે પ્રતિબંધ લગાવી દીધો છે. અજાનની જેમ જ ચર્ચનો બેલ જે ખ્રિસ્તીઓને ચર્ચના સમયની જાણકારી આપે છે તેના પર પણ પ્રતિબંધ મૂકેલો છે. ટૂંકમાં કહીએ તો ઈઝરાયેલમાં ના તો જાહેર જગ્યાઓ પર અજાનની ગુંજ ઊઠી શકે છે ના તો ચર્ચનો ઘંટારવ સાંભળી શકાય છે.
અને આ પ્રતિબંધનું પાલન પૂરી સખ્તાઈથી કરવામાં આવે છે. આ ઈઝરાયેલ સરકારનો નિર્ણય છે અને તેનું પાલન પોલીસ, સરકારી તંત્ર અને સામાન્ય નાગરિક પણ એ જ સભાનતાથી કરે છે. કોઈપણ ક્રિયાની પ્રતિક્રિયા ઊઠવી એ તો સ્વાભાવિક છે જેને કારણે મુસ્લિમ તેમજ ખ્રિસ્તી દેશોમાં ત્યાંની સ્થાનિક જનતા ઈઝરાયેલના આ કાયદાનો વિરોધ કરે છે. ઈઝરાયેલ સરકારનું કહેવું છે કે અન્ય ધર્મોના પ્રચાર પર ઈઝરાયેલમાં સખ્ત પ્રતિબંધ છે જે સરકારી રીતે પણ અન્ય ધર્મોને માન્યતા નથી આપતા તો પછી તેને ઈઝરાયેલમાં પોતાની કોઈ પણ ધાર્મિક ક્રિયાને સાર્વજનિક રીતે કરવાની અનુમતિ કેવી રીતે આપી શકે ? ઈઝરાયેલે પોતાના બંધારણમાં સ્પષ્ટ ‚પથી યહૂદીયતાના રાષ્ટ્રીય ધર્મની ઘોષણ નથી કરી અને યહૂદીઓની ધર્મની વાત કરવા કે અન્ય ધર્મોને પણ પ્રચાર કરવાનો કોઈ કાયદાકીય અથવા નૈતિક અધિકાર પણ આપ્યો નથી. માત્ર આ બે જ ધર્મ નહીં પરંતુ જેટલા બીજા ધર્મ છે તેને પણ સાર્વજનિક ‚પે પ્રચાર-પ્રસાર કરવાનો કોઈ અધિકાર નથી. ૧૩ નવેમ્બર, ૨૦૧૬માં ઈઝરાયેલની સંસદમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન હેઠળ આવતી મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અજાન કરવા ઉપર પ્રતિબંધ મૂકતો એક ખરડો રજૂ તયેલો. મુસલમાનો માટે ચિંતાની વાત એ છે કે આ મસ્જિદોમાં અકસા કે જે સૌથી પહેલી અને પવિત્ર મસ્જિદ છે અને જેને આ ખરડામાં દુનિયાની સૌથી પહેલી આ પવિત્રતામાં સર્વશ્રેષ્ઠ મસ્જિદ માનવામાં આવી છે તેની આસપાસ યહૂદીઓ રહે છે. આ યહૂદીઓ અજાનથી પરેશાની અનુભવે છે અને એટલે તેમણે અજાન પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. કોઈ અપ્રિય ઘટના ઘટતા પહેલાં સાવધાની જ‚રી છે. ઈઝરાઈલના પ્રધાનમંત્રી બેન્જામીન યાહુએ કહ્યું કે પ્રજાને પરેશાનીમાં બચાવવી એ સરકારની જવાબદારી છે.
આ બાબતે પેલેસ્ટાઈનીઓનું કહેવું છે કે ઈઝરાયેલ સરકારને પેલેસ્ટાઈનીઓના ધાર્મિક મુદ્દાઓ બાબતે હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. અજાનને રોકવાનો પણ તેમને અધિકાર નથી. તેમનું કહેવું છે કે જો અજાનથી જ યહૂદીઓને મુશ્કેલી પડતી હોય તો પેલેસ્ટાઇનીઓ પર થતા બોમ્બમારા શું યહૂદીઓને આરામ તેમજ શાંતિ આપવા માટે કરવામાં આવે છે ? મીડિયાના રીપોર્ટ અનુસાર ઈઝરાયેલી સંસદના અરબી સમૂહ સાથે સંબંધ રાખનારા વરિષ્ઠ સદસ્ય મસૂદ ગનાઈમનું કહેવું છે કે તે પેલેસ્ટાઈનની મસ્જિદમાં લાઉડસ્પીકરથી અજાન કરવા પર જે પ્રતિબંધ છે તેની વિરુદ્ધના દેખાવો ચાલુ છે. ગયા રવિવારે જ માસૂમ બનાઈનને જણાવાયું છે કે આ મુદ્દે તેઓ નિષ્ણાતો સાથે મસલત કરે. કુદસ અખબારોના જણાવવા મુજબ આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ મુદ્દા પર ઈઝરાયેલની સંસદમાં હજુ દલીલ ચાલુ છે અને આ દલીલ અજ્હરિદિયા નામના યહૂદી પંથની માંગણીના આધારે કરાઈ રહી છે. મસૂદ બનાઈમનું માનવું છે કે સંસદની સાંસદીય સમિતિએ તેને પાસ કરી દીધું છે. એ પણ કહી દઉં કે ૧૯૪૮માં પેલેસ્ટાઈન અંતર્ગત નગરોની મસ્જિદોમાં લાઉડસ્પીકર ઉપર અજાન આપવાના પ્રસ્તાવને મંજૂર કરી દેવાયો હતો ત્યાર બાદ તેની પ્રતિક્રિયા સ્વ‚પે આ ઘટના સામે આવી રહી છે.
આ લખ્યા સુધી પેલેસ્ટાઈનમાં આ વિવાદાસ્પદ કાનૂન વિરુદ્ધ થનાર દેખાવોમાં સતત વધારો થતો રહ્યો છે. આશ્ર્ચર્યજનક વાત એ છે કે આ ઘટનાક્રમના સંબંધમાં ખ્રિસ્તી અને મુસલમાન એક મંચ પર આવી ગયા છે.

 

- મુઝફફર હુસેન