અંદાજ પત્ર : દેખાડો ઓછો, સત્વ વધારે
SadhanaWeekly.com       | ૦૩-ફેબ્રુઆરી-૨૦૧૭


નાણાં મંત્રીશ્રી અરૂણ જેટલીએ વર્ષ 2017-18ના તેમના અંદાજ પત્રમાં જ્યાં નાણાંની જરૂર હતી તે મુખ પાસે નાણાં  મુક્યા છે. રૂ. 21.46 લાખ કરોડના  અંદાજ પત્ર અંગે અત્યંત ઉચિત પ્રતિભાવ  ટોચના ગ્લોબલ બેંકર્સ પાસેથી પ્રાપ્ત થયો છે. તેમનું કહેવું છે કે  બજેટમાં બિઝનેસ જેવો અભિગમ અપનાવાયો છે અને તે કાર્યકુશળતા બાબતે નમૂનારૂપ રહ્યું છે.

જો કે અપેક્ષાઓ ખૂબ જ ઊંચી હતી, પરંતુ અંદાજ પત્રમાં જે આખરી આંકડા  અને વિકાસનો રોડમેપ દર્શાવાયો તેમાં દેખાડો ઓછો છે અને ખેડૂતો, ગ્રામ કારીગરો, નિમ્ન મધ્યમ વર્ગ તથા અપેક્ષાઓ ધરાવતા  યુવકો તેમજ નાના અને મધ્યમ કદના એકમો માટે  મળવાપાત્ર  બાબતો વિશેષ પ્રમાણમાં છે.

મોટા ભાગના વિકસિત અર્થતંત્રો દ્વારા રક્ષણવાદ(protectionism) જેવો વિશ્વને પડકારરૂપ  અભિગમ અપનાવવા છતાં  અને ઉભરતાં બજારો માટેની મૂડી અંગેની ઊડાન દૂર હોવા છતાં  નાણાં પ્રધાને અનેક સ્થાનિક પરિવર્તનશીલ પરિબળોને અંદાજ પત્ર રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખીને એવું અંદાજ પત્ર રજૂ કર્યું છે જેમાં ઘણી બાબતો સૌ પ્રથમ વાર જોવા મળી છે.  એક બાબત એ પણ છે કે તેને એક માસ પૂર્વે રજૂ કરવામાં આવ્યું છે. તેને કારણે  સરકારી ખર્ચ ઉપર ગુણાત્મક અસર થઈ શકે છે.  બીજી બાબત એ છે કે એમાં આયોજીત અને બીન-આયોજીત ખર્ચ  હેઠળ આવતી બાબતો અંગે રખાતી જડતા ત્યજી દેવાઈ છે.  

નોટબંધી પછી આવતા આ અંદાજ પત્રમાં ગ્રામ અર્થ તંત્રને ભારે વેગ આપશે તેવું અનુમાન તો હતું જ, જેટલીએ દેશના ગ્રામ વિસ્તારો માટે રૂ. 1.87 લાખ કરોડની સંયુક્ત ફાળવણી કરી છે.  ગ્રામ રોજગારીના ફ્લેગશીપ પ્રોગ્રામ મનરેગા (MNREGA) માટે અત્યાર સુધીની સૌથી મોટી રૂ. 48,000 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ રકમ હવે ખાડા ખોદવા કે કાણા પાડવા  વપરાતી નથી, પણ એ દ્વારા ગામડા માટે  ગુણવત્તાયુક્ત અસ્ક્યામતો ઊભી કરાય છે. એટલી હદે કે MGNREGA અસ્કયામતોને હવે જીયોટેગ કરાશે અને અને બહેતર પારદર્શકતા માટે પબ્લિક ડોમેઈનમાં મુકાશે.  MGNREGA ના  કામોના વ્યાપક આયોજન માટે સ્પેસ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે.

ખેડૂતોને ઈ-મંડીઓ સાથે જોડવાની પહેલ ઉપરાંત  વધુને વધુ રાજ્યોને અનુરોધ કરાશે કે ઘણી બધી પ્રોડકટસને ડી-નોટીફાય કરીને એપીએમસી એકટની બેડીઓમાંથી છોડાવે. આવું થશે તો ખેડૂતોને તેમના પાકના બહેતર ભાવ મેળવવામાં સહાય થશે.

એક મહત્વનો સવાલ એ છે કે : શું આ બજેટ વપરાશની માગ અને ખાનગી ક્ષેત્રના મૂડી રોકાણમાં વધારો કરી  કરશે.

આર્થિક સર્વેક્ષણના તારણોમાંથી ફલીત થયા મુજબ આ ઉત્તમ અહેવાલમાં  સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય  અર્થતંત્ર અંગે પ્રમાણિક તારણો દર્શાવે છે. ભારતનું ખાનગી ક્ષેત્ર તેમના સરવૈયામાં ભારે દેવા સાથે કટોકટી સામે લડત આપી રહ્યું હોવાથી ભારતીય કંપનીઓને વધુ નાણાં માટે કબૂલાત કરાય તે પહેલા સરકારે મૂડી રોકાણના ચક્રને સરખું કરીને તે પછીના ક્રમ પર ધ્યાન આપવાની જરૂર છે. બજેટ આવું કામ કરે છે. વિશ્વમાં વિપરીત પરિસ્થિતિ છતાં મૂડી નિર્માણ માટે 24 ટકા જેટલો ખર્ચ કરવાની ખાત્રી આપવામાં આવી છે. સરકારી મૂડી રોકાણ મેળવવામાં જે ક્ષેત્ર મોખરે છે તેમાં રોડ, માર્ગ અને શિપીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સંયુક્ત ખર્ચ રૂ.2.41 લાખ કરોડ જેટલો થાય છે. તે પછી જે અતિગુણિત અસર થાય છે તેવા  ખાનગી ક્ષેત્રને સિમેન્ટ, સ્ટીલ અને રોલિંગ સ્ટોક તરીકે વપરાતી વસ્તુઓ વગેરે માટે નાણાં મળે તે હેતુથી કુશળ અને અર્ધ કુશળ લોકોને રોજગારી મળે તે માટે પ્રયોજકોને વધુ આવક થાય તે જરૂરી છે.

જ્યારે યુવાનોની વાત આવે છે ત્યારે સરકારની વિચારધારા ખૂબ જ સ્પષ્ટ છે. તે એક એવી પધ્ધતિ ઊભી કરવા માગે છે કે જેમાં આસાન બેંક ધિરાણ, નાણાકીય પ્રોત્સાહનો અને ટેકનોલોજી દ્વારા ઉદ્યોગ સાહસિકતા ખીલી ઉઠે. એક વિશ્લેષકના જણાવ્યા મુજબ કોર્પોરેટ ભારતને સ્ટોક માર્કેટ દ્વારા 5-10 બિઝનેસ હાઉસ દ્વારા થતા સંપત્તિના સર્જન તરીકે નહીં જોવું જોઈએ. પરંતુ કરોડો માઈક્રો, નાના અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસિકોની દ્રષ્ટિએ જોવું જોઈએ. આવા લોકો માટે અંદાજ પત્ર ઘણો તફાવત સર્જી શકે છે. સરકારે જ્યારે આ સમગ્ર ક્ષેત્ર માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા કરવાની ખાત્રી આપી છે ત્યારે જે લઘુ અને મધ્યમ કદના એકમો ઓછો વેરો ભરવો પડે તે રીતે  તેમને અગ્રતા અપાય તે જરૂરી છે.

એફોર્ડેબલ હાઉસિંગને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો અપાયો છે ત્યારે નામકરણમાં કેટલોક ફેરફાર કરવો જરૂરી છે. નોટબંધી અને ઘટેલી માગને કારણે જે ક્ષેત્રને ભારે હાનિ પહોંચી છે તેને ભારે વેગ મળે તે જોવાની જરૂર છે. વિકાસને વેગ આપનાર ક્ષેત્ર તરીકે તે બાંધકામ ક્ષેત્રમાં રોજગારીને વેગ આપશે અને સરકારનું તમામ માટે આવાસનું વચન પાળવાનું શક્ય બનાવશે. જો કોઈ એક ક્ષેત્રમાં બજેટે સાતત્ય પૂર્વક સારી ધારણા દર્શાવી હોય તો તે ડિજિટલ ઝૂંબેશ છે અને આ ઝૂંબેશ માત્ર નોટબંધી પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ તેને એક સામાન્ય સ્વરૂપે જોવાની જરૂર છે. ભીમ જેવી એપ્પ, ફાયબર ઓપ્ટીક્સ, પોઈન્ટ ઓફ સેલ અને મર્ચન્ટ પ્લેટફોર્મ્સને સમગ્ર તંત્ર વ્યવસ્થા સાથે ડિજિટલ પધ્ધતિથી જોડીને કાર્યરત કરવા માટે અનેક પ્રોત્સાહનો અને માળખાગત સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. અર્થતંત્રને કેશલેસ કરવું તે ટીઈસીનો એક સ્તંભ છે. બજેટમાં એને ટ્રાન્સફોર્મ, એનર્જાઈઝ અને ક્લિન ઈન્ડિયા (ટીઈસી)  સાથે જોડવામાં આવેલ છે. હકિકતમાં તેનાથી ભારતને આંતરિક રીતે સ્વચ્છ બનાવવામાં તો સહાય થશે જ, પરંતુ કાળા નાણાં અને ભ્રષ્ટાચારનું દૂષણ દૂર કરી રોજગારીનું નિર્માણ થશે અને યુવાનોને શક્તિ પ્રાપ્ત થશે.

આ વિષય સાથે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ સંકળાયેલું છે. તે સ્પષ્ટ અને મોટા અવાજે વૈશ્વિક રોકાણકારોને ભારતમાં નોકરશાહી દૂર થઈ હોવા અંગે તથા સીધા કે આડકતરા મૂડી રોકાણના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં મુનસફી ધરાવતા અધિકારો દૂર કરાયા છે કે નહીં તે અંગે સંકેત આપવાની જરૂર છે. ત્યાર બાદ સૌથી વધુ હિંમતપૂર્વકની પહેલ એ ઈલેક્ટોરલ બોન્ડઝ દ્વારા રાજકીય પક્ષોને મળતા ભંડોળમાં પારદર્શકતા લાવવાનો પ્રયાસ છે અને એમાં માત્ર રૂ.2000 જ રોકડથી સ્વિકારવાની જોગવાઈ કરાઈ છે. આ નિર્ણય ભ્રષ્ટાચાર સામેની લડતમાં લોકોનો સહયોગ મેળવવાની દિશામાં ખૂબ જ કામ લાગશે.

નાણાં મંત્રીએ જ્યારે આડકતરા વેરામાં રૂ.20,000 કરોડની  રાહત આપી છે  અને તે પણ કોઈપણ નવા વેરા રજૂ કર્યા વગર તથા નાણાંકીય શિસ્તને અનુસરીને તેમણે આ પગલું  લીધું છે. નાણાંકીય ખાધને જીડીપીના 3.2 ટકા જેટલી સ્વિકાર્ય બને તે રીતે નિયંત્રિત કરવામાં આવનાર છે. આ પગલું વિશ્વની રેટીંગ એજન્સીઓનો વિશ્વાસ જીતવામાં સહાયક બનશે.

આ બધા પગલા અંગે સંક્ષેપમાં કહી શકાય કે 2017-18નું વર્ષ એક સુસ્થાપિત ભૂમિ પર  ઊભું છે અને તે આગામી વર્ષોમાં જીડીપીનો વૃધ્ધિ દર, હવે પછીના નાણાંકીય વર્ષમાં નહીં તો, ત્યાર પછીના વર્ષમાં 8 ટકાથી વધુ કરવાની પરિસ્થિતિ ઊભી કરશે.

પ્રકાશ ચાવલા

            * લેખક દિલ્હી સ્થિત સિનિયર પત્રકાર છે અને મુખ્યત્વે 

રાજકીય અને આર્થિક મુદ્દાઓ ઉપર લેખ લખે છે.

આ લેખમાં વ્યક્ત કરાયેલા અભિપ્રાયો તેમના અંગત છે.