હાથીને સ્વેટર પહેરાવવા માટે કેટલું ઊન જોઈએ ?
SadhanaWeekly.com       | ૦૩-ફેબ્રુઆરી-૨૦૧૭

હાથીને સ્વેટર પહેરાવવા માટે કેટલું ઊન જોઈએ ? 


અત્યારે આખા દેશમાં એકદમ કડક ઠંડી પડી રહી છે. પ્રાણીઓ પણ ગરમાવો મેળવવા માટે ટૂંટિયુ વાળીને ક્યાંક લપાયેલાં પડ્યાં રહે છે. ત્યારે જંગલની કડકડતી ટાઢમાં હાથીઓને કેવીક ઠંડી લાગતી હશે ? આવો સવાલ આપણને ભલે ન થાય, પરંતુ મથુરા પાસેના એક ગામમાં એક કેર સેન્ટર ચલાવતા વાઈલ્ડ લાઈફ એસઓએમ એલિફન્ટ ક્ધવર્ઝેશન નામની સંસ્થા ચલાવતા પ્રાણીપ્રેમી લોકોને  થતો રહે છે. આ સંસ્થાના કેર સેન્ટરમાં અલગ-અલગ ઠેકાણેથી બચાવેલા વીસ હાથીઓ રહે છે. ગામની મહિલાઓને રોજગારી મળી રહે અને હાથીઓને ઠંડીથી બચવા માટે ગરમ કપડાં મળી રહે એ માટે આ સંસ્થાએ હાથીઓ માટેનાં સ્વેટર ગૂંથવાનું શ‚ કર્યું છે. તેમણે હાથીઓ માટે જાયન્ટ સાઈઝના પાયજામાં અને પીઠ તથા પેટના ભાગે વીંટાળી શકાય એવા ઊનનાં ગરમ કપડાં ગૂંથયા છે. અત્યંત રંગબેરંગી એવા આ ગરમ કપડાં હાથીઓના માપ પ્રમાણે જ બને છે અને તૈયાર થયા બાદ એમને બાકાયદા પહેરાવી દેવાય છે. સ્વેટર પહેરીને મોજથી ટહેલવા નીકળતા આ સંસ્થાના હાથીઓની તસવીરો સોશ્યલ મીડિયામાં પણ ધૂમ મચાવી રહી છે.

હાથીને સ્વેટર પહેરાવવા માટે કેટલું ઊન જોઈએ ?

 

 

સ્વેટર પહેરીને મોજથી ટહેલવા નીકળતા આ સંસ્થાના હાથીઓની તસવીરો સોશ્યલ મીડિયામાં પણ ધૂમ મચાવી રહી છે.