બુરહાન વાની નહીં પણ આ છોકરી છે કશ્મરી યુવાનોની આદર્શ
SadhanaWeekly.com       | ૦૪-ફેબ્રુઆરી-૨૦૧૭

શાહિરા 

બુરહાન વાનીને તો આપણે ઓળખીએ જ છીએ. ભારતીય સુરક્ષા દળ સાથેની એક મુઠભેડમાં બુરહાન વાનીને ગોળીએ દેવાયો અને પછી કાશ્મીરમાં જે કંઈ થયું તે જગ જાહેર છે. કાશ્મીરી યુવાનોનો પોસ્ટર બોય બની ગયો હતો. હિજબુલ મુજાહુદ્દીન આતંકવાદી બુરહાન વાનીના મૃત્યુ પછી કાશ્મીરમાં ચાર-પાંચ મહિના અશાંતિ રહી. અનેક શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી. આ સંસ્થાઓ ખુલી એટલે અહીંથી સારા સમાચાર આવ્યા છે.

આ સમાચાર છે શાહિરાના. શાહિરાએ હાલમાં જ જમ્મુ-કાશ્મીર ઇન્ટરમિડિયેર બોર્ડની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 500 માર્ક્સમાંથી તેણે 498 માર્ક્સ મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાહિરા અહીંની સરકારી શાળા ડાડસારા ત્રાલમાં ભણે છે અને આ જ સ્કૂલમાં આતંકવાદી બુરહાન વાની ભણ્યો હતો. જે શાળામાં અભ્યાસ છોડીને બુરહાન વાની આતંકવાદની સંસ્થામાં જોડાયો તે સ્કૂલમાં ભણી શાહિરા હવે ડોક્ટર બની સમાજ સેવા કરવા માગે છે.

શાહિરાના માતા-પિતા શિક્ષક છે. તમને જણાવી દઈએ કે 21 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ૧૨માં ધોરણનું પરિણામ જાહેર થયું હતું. જેના 75% વિદ્યાર્થી પાસ થયા છે. હવે તમે જ કહો. કાશ્મીરી યુવાનો નો આદર્શ કોણ છે બુરહાન વાની કે શાહિરા ?