રાજસ્થાનની પોલિસે લીંબુ-મરચા લગાવી એક્સીડેન્ટ ઓછા કરાવી દીધા
SadhanaWeekly.com       | ૦૪-ફેબ્રુઆરી-૨૦૧૭

 આને વિશ્ર્વાસ કહો કે અંધ વિશ્ર્વાસ એ તમે નક્કી કરો પણ રાજસ્થાન પોલિસે આને વિશ્વાસ ગણ્યો છે 

લીંબુ મરચાની વાર્તા અલગ છે. તમને ક્યાંકને ક્યાંય લટકતા જોવા મળશે. દુકાન હોય કે ઘર હોય કે ઓફિસ હોય આપણે ત્યાં લીંબુ-મરચાને એક દોરામાં પરોવી ઘરના ઉંબરે લટકાવી રાખવાનો ટોટકો પ્રચલિત છે. આને વિશ્ર્વાસ કહો કે અંધ વિશ્ર્વાસ એ તમે નક્કી કરો પણ રાજસ્થાન પોલિસે આને વિશ્વાસ ગણ્યો છે અને તેમના કહ્યા મુજબ તેમને તેનું સારું પરિણામ પણ મળ્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે દિલ્હી જયપુર હાઈવે પર વર્ષ 2016માં નવેમ્બર મહિનામાં ૧૯ જેટલા અકસ્માતો થયા અને તેમાં 10 લોકો માર્યા ગયા. ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં પણ અહીં 14 જેટલા એક્સિડેન્ટ થયા અને ૬ લોકો માર્યા ગયા. આથી અહીં આવેલા એક પોલિસ સ્ટેશનના ઇન્ચાર્જ વિરેન્દ્ર સિંહ રાઠોડને આ વાતમાં કઈ ગડબડ લાગી આથી આવા અકસ્માતથી હેરાન થયેલા વિરેન્દ્ર સિંહે ગામના વડીલો પાસે સલાહ માગી. વડીલોએ કહ્યું આનો ઉપાય લીંબુ મરચાઓ છે ! દરરોજ પોલિસ સ્ટેશનના દરેક ટેબલ પર લીંબુ મરચા બાંધો અને સ્ટેશનમાં આવેલું ભૈરુબાબાના મંદિરમાં સાફ-સફી કરો અને પૂજા કરો એટલે પ્રોબ્લેમ સોલ્વ ! પોલિસ વાળાઓએ એવું જ કર્યું ! અને તેનું પરિણામ પણ સુખદ આવ્યું છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટોટકા કર્યા પછી  આ રોડ પર અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે. છેલ્લા 15 દિવસમાં અહીં એક પણ અકસ્માત થયો નથી.

બોલો, પોલિસે લીંબુ મરચાથી પ્રોબ્લેમ સોલ્વ કર્યો હોય તેઓ આ પહેલો બનાવ છે આને તમે અંધશ્રદ્ધા પણ કહી શકો. પોતપોતાનો નજરીઓ છે. આમ પણ આપણા દેશમાં બધાને આવી બધી સ્વતંત્રતા છે.