કિંજલ દવેની 'ચાર ચાર બંગડીવાળી ગાડી' દ્વારા થઈ હતી હત્યા…?


 

ચાર-ચાર બંગડીવાળી ગાડી...વાળા ગીતમાં વપરાયેલી ઓડી કાર અમદાવાદમાં ભરવાડ યુવાનની હત્યામાં વપરાઇ હોવાનું ખુલતાં વટવા પોલીસે કાર કબ્જે લેવા કાર્યવાહી કરી છે. ગુજરાતી હિટ આલ્બમ ચાર ચાર બંગડી વાળી ગાડી (ઔડી) લાવી દઉના આલ્બમમાં વપરાયેલી કાર હત્યા કેસમાં પકડાઇ છે. કિંજલ દવેના આલ્બમમાં વપરાયેલી કારમાં બે મહિના પહેલા અપહરણ થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સૂત્રોએ જણાવ્યું કે થોડાક મહિના અગાઉ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી એક યુવક યુવતીને ભગાડીને લઇ ગયો હતો ત્યાર બાદ  તે યુવકને અપહરણ કરીને વટવા વિસ્તારમાં લવાયો હતો. જ્યાં તેને માર મારીને વટવા વિસ્તારના રોકડા ગામ પાસે ફેંકી દેવાયો હતો. પોલીસને આ સ્થળેથી યુવકની લાશ મળી હતી. પોલીસ તપાસના અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ અપહરણ કરવા માટે જે કાર ઉપયોગ કર્યો હતો, તે તાજેતરમાં કિંજલ દવેના આલ્બમ 'ચાર બંગડીવાળી ગાડી'માં દેખાઇ હતી. વટવા પોલીસે તાજેતરમાં જ તે કાર પણ કબજે કરી છે.હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.