૧૩ માર્ચથી નોટબંધી સંપૂર્ણ રીતે ખતમ ....!
SadhanaWeekly.com       | ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૭


 

ભારતીય રીઝર્વ બેન્કે જાહેરાત કરી છે કે સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ્સ માટે રોકડ ઉપાડની સાપ્તાહિક મર્યાદા 20 ફેબ્રુઆરીથી રૂ. 50 હજાર કરાશે જે હાલ રૂ. 24 હજારની છે.ભારતીય રિઝર્વ બેંકે બચત ખાતા પર કેશ વિડ્રોલ લિમિટને આવતા 2 ચરણોમાં ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. 

 પ્રથમ ચરણમાં 20 ફેબ્રુઆરીથી બચત ખાતામાંથી સાપ્તાહિક નિકાસીની સીમા 24 હજાર રૂપિયાને બદલે 50 હજાર રૂપિયા સુધી કાઢી શકો છો. જ્યારે કે 13 માર્ચથી કૈશ વિડ્રોઅલની લિમિટ ખતમ થઈ જશે. 

 

રીઝર્વ બેન્કે કહ્યું છે કે 2017ની 27 જાન્યુઆરીના રોજ વ્યવહારમાં રૂ. 9.92 લાખ કરોડની કરન્સી મોજૂદ હતી.ગયા મહિનાનાં અંતે, રીઝર્વ બેન્કે એટીએમમાંથી અને કરન્ટ એકાઉન્ટ્સમાંથી રોકડ ઉપાડવા માટેના નિયંત્રણો ઉઠાવી લીધા હતા, પણ સેવિંગ્સ એકાઉન્ટ્સ માટે રૂ. 24,000ની લિમિટ ચાલુ રાખી હતી.

 

 આ પહેલા આરબીઆઈ એટીએમમાંથી કેશ વિદ્રોઅલના રિસ્ટ્રિક્શનને પહેલ જ ખતમ કરી ચુકી છે. જ્યા તમે બેંકોને નક્કી લિમિટ મુજબ એટીએમમાંથી પૈસા કાઢી શકો છો.  જો કે એટીએમમાંથી કાઢવામાં આવેલ પૈસા પર અઠવાડિયાની લિમિટ રહેશે. જો કે આજના એલાન પછી 20 ફેબ્રુઆરી અને 13 માર્ચના આધાર પર નક્કી થશે.