ખાણ ક્ષેત્રમાંથી ભ્રષ્ટાચાર આ એપ્સ દૂર કરશે!
SadhanaWeekly.com       | ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૭

ટેમરા (ટ્રાન્સપરન્સી, ઓક્શન મોનિટરિંગ એન્ડ રિસોર્સ ઓગમેન્ટેશન) પોર્ટલ 

ખાણ ક્ષેત્રમાં વેપારવાણિજ્યને સરળ બનાવવાના ભાગરૂપે પારદર્શકતા અને જવાબદારી વધારવાના આશય સાથે કેન્દ્રીય વીજળી, કોલસો, નવીન અને નવીનીકરણ ઊર્જા તથા ખાણ રાજ્ય મંત્રી શ્રી પિયૂષ ગોયલ અહીં ટેમરા (ટ્રાન્સપરન્સી, ઓક્શન મોનિટરિંગ એન્ડ રિસોર્સ ઓગમેન્ટેશન) પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન 10 ફેબ્રુઆરી, 2017ના રોજ અહીં લોન્ચ કરશે. ખનીજથી સમૃદ્ધ 12 રાજ્યોના ખાણ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ભારતમાં વ્યાવસાયિક પ્રવૃત્તિને સુલભ બનાવવા વેપાર અને વાણિજ્ય સરળ કરવાની પહેલના સંદર્ભમાં ખાણ મંત્રાલયે ટેમરા પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન વિકસાવી છે, જે ભારતમાં ખાણ કામગીરી માટે વેગ વધારવા માટેનું પગલું છે તથા તમામ હિતધારકોને માઇનિંગ બ્લોક સાથે સંબંધિત કાયદેસર મંજૂરીઓના દરજ્જાથી લઈને ખાણ કાર્યરત થાય ત્યાં સુધીની કામગીરી પર નજર રાખવા સક્ષમ બનાવશે. ટેમરા કાયદેસર અને અન્ય સંબંધિત મંજૂરીઓ મેળવવા માટેની સમયમર્યાદા ઘટાડવા તમામ હિતધારકો માટે ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ બનશે, કારણ કે તે ઉત્પાદન શરૂ કરવા સુધીના પ્રક્રિયાના ગાળાને લઘુતમ કરવામાં મદદરૂપ થશે.

ઉપરાંત ટેમરા હરાજી માટે મૂકવામાં આવેલ બ્લોકની બ્લોક મુજબ, રાજ્ય મુજબ અને ખનીજ મુજબ માહિતી, વિવિધ કાયદેસર મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયાની સ્થિતિની માહિતી આપશે તથા ઇ-હરાજી મારફતે વધારાના સંસાધનો અંગે જાણકારી આપશે. કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવવામાં વિલંબ થશે તો ટેમરા સંબંધિત ઓથોરિટીને ટ્રિગર્સ મોકલશે, જેથી જવાબદાર લોકો તાત્કાલિક સમસ્યાના સમાધાન માટે પગલા લઈ શકશે. ખાણ મંત્રાલયને પણ ટેમરા દ્વારા જનરેટેડ ટ્રિગર્સ મળશે અને મંજૂરીની પ્રક્રિયા સુલભ બનશે. આ પોર્ટલ સૂચનો/ઇનપુટ આપવા સફળ બિડરને સક્ષમ પણ બનાવશે.