ગુજરાતની કૌસરબાનુંને સંસ્કૃતમાં બે-બે મેડલ
SadhanaWeekly.com       | ૨૧-માર્ચ-૨૦૧૭


ગુજરાતની એક મુસ્લિમ યુવતીએ સંસ્કૃતમાં અનુસ્નાતકની પદવી મેળવી એટલું જ નહીં ભાગવત પુરાણ અને વેદાંતમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. કૌસરબાનુ નામની આ યુવતીએ ભરૂચની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કૉલેજમાંથી સંસ્કૃતમાં અનુસ્નાતકની પદવી મેળવી છે. સંસ્કૃતમાં ૮૦.૫૦ ટકા માર્ક્સ મેળવનાર કૌસરબાનુને ડૉ. એ.ડી. શાસ્ત્રી મેડલ અને શ્રીમદ્ ભગવદ્ રંગઅવધૂત નારેશ્ર્વર મંડળથી સમ્માનિત કરવામાં આવી છે.