ચકલીની કોલોની :  18 વર્ષથી 12000થી વધુ ચકલીઓ કરે છે બાવળ પર વસવાટ
SadhanaWeekly.com       | ૨૧-માર્ચ-૨૦૧૭


 

આજે દુનિયાભરમાં વિશ્વ ચકલી દિન ઉજવાઈ રહ્યો છે,કચ્છમાં ચકલી ની ચીં..ચીં હવે આપણા ઘરોમાંથી લુપ્ત થઇ ગઈ છે,કારણ કે આધુનિક મકાનમાં ક્યાંય ચકલીના વસવાટ ની વ્યવસ્થા નથી.ટેક્નોલોજીના યુગમાં મોબાઈલ ટાવરમાં રેડિયેશને પણ ઘર આંગણના પક્ષીનો ભોગ લીધો છે.ભુજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે બાવળના ઝાડ પર છેલ્લા 18 વર્ષથી દૈનિક ૧૨૦૦૦ ચકલીઓ જોવા મળે છે.સૂર્યોદય કાળે દૈનિક આ ચકલીઓ આસપાસના ગામડાઓમાંથી ચણવા જાય છે અને સૂર્યાસ્ત થતા જ આ બાવળ પર નિવાસ સ્થાને પરત આવે છે.સમગ્ર કચ્છ જીલ્લામાં એક સાથે આટલી બધી ચકલીઓને નિવાસ કરતી હોય તેવું આ એક માત્ર વૃક્ષ છે.આ બાવળના વૃક્ષ પર આશરે ૨૫ થી વધુ માળા છે. ક્યારેક રાત્રીના બાજ પક્ષી અને બિલાડી ઓચિંતાનું આવી ચકલીઓ પકડીને લઇ ઉડી જાય છે. તેથી ચકલીઓ ઝાડની અંદર કાંટા વચ્ચે પોતાના માળા બાંધે છે. કાંટા વચ્ચે રાત ગુજારે છે. આ વૃક્ષથી દસ ફૂટ દૂર આવેલ વીજ ટ્રાન્સફોર્મર 500 થી વધુ ચકલીઓ મોતને ભેટી છે ત્યારે કચ્છના આ અપ્રતિમ ચકલીના વૃક્ષને બચાવવા ટ્રાન્સફોર્મર ખસેડવું જરૂરી બન્યું છે.

- ફોટો સ્ટોરી - રોનક ગજ્જર, ભૂજ 

જુવો વીડિયો...