સફળ બિઝનેસમેન બનવાની ટ્રેનિંગ આપતી નવ જોવા જેવી દમદાર ફિલ્મો
SadhanaWeekly.com       | ૦૩-માર્ચ-૨૦૧૭


 

 

રોકેટ સિંહ

સારી  સર્વિસ આપનારા લોકો આ દુનિયામા ક્યાં છે? એક સારા સર્વિસપ્રોવાઈડર બનવાનું આ ફિલ્મ શીખવે છે. ઇમાનદારીથી પણ માર્કેટીંગ થઈ શકે છે તે આ ફિલ્મ સાબિત કરે છે. આ ફિલ્મમાં પણ એ શીખ મળે છે કે શિક્ષણમાં સારો દેખાવ ન કર્યો હોય તેથી સફળ ન થવાય એવું નથી. વળી, જોખમ લેવું, ટીમના યોગ્ય લોકોને સાથે જોડવા અને ગ્રાહકો માટે પોતાની કટિબદ્ધતા બતાવવી તે આ ફિલ્મના મહત્ત્વના પાસા છે, જે એન્ટરપ્રિન્યોર માટે મહત્ત્વના છે.

રોકેટ સિંહ

બેન્ડ બાજા બારાત 

બેન્ડ બાજા બારાત

આ ફિલ્મ તમને અસરકારક રીતે બિઝનેશ કરવાની કલા પ્રેમથી સીખવે છે. ફિલ્મ બે કોલેજિયન ગ્રેજ્યુએટ્સ આસપાસ છે અને એકબીજાને જાણતા નહિ હોવા છતાં પણ એકસાતે વેડિંગ પ્લાનિંગનો બિઝનેસ શરૂ કરે છે. એક સ્ટાર્ટઅપ માટે જે પડકારોનો સામનો કરવો પડે છે તેને ખૂબ સારી રીતે તેમાં દર્શાવવામાં આવ્યું છે.

ધ સોશ્યલ નેટવર્ક ((The Social Network)

ધ સોશ્યલ નેટવર્ક ((The Social Network)

આ ફિલ્મ ચોક્કસ તમને મોટિવેટ કરશે. ધ સોશ્યલ નેટવર્ક ફિલ્મ 2010માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મ ફેસબૂકના માર્ક ઝકરબર્ગની કહાની પણ આધારીત છે. ફિલ્મમાં માર્કની સૂઝ અને તેની એકાગ્રતાને દર્શાવવામાં આવી છે.  ફિલ્મમાં માર્ક ઝકરબર્ગની મહેનત અને મોટિવેશનને બતાવવામાં આવ્યું છે. ફેસબૂકની શરૂઆકથી લઇને માર્કની સફળતા સુધીની આ સફર આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

 

પાઇરેટ્સ ઓફ સિલિકોન વેલી

 

 

પાઇરેટ્સ ઓફ સિલિકોન વેલી

 માત્ર ટીવી માટે એક ડોક્યુમેન્ટરી તરીકે  બનાવેલી આ ફિલ્મ બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સના ઉદ્દેશ અંગે છે, જે 1999માં રીલીઝ થઇ હતી. ફિલ્મમાં તમે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સની જિંદગીની ઘણી નજીક અનુભવશો. આ ફિલ્મ દેશમાં ટેકનોલોજીની શરૂઆતી દિવસો અંગે છે. આ બે મહાનુંભાવોની લગન તમારામાં પણ બિઝનેશ શરૂ કરવાની ધગશ જ્ન્માવશે…

ગુરુ 

ગુરુ

 હાલ જિયોથી ધૂમ મચાવનારા મુકેશ અંબાણી ના પિતા ધીરુભાઇ ના જીવન પર આધારીત આ ફિલ્મ છે. ફિલ્મમાં ગુરુકાંત દેસાઇ એક મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી યુવક છે . દહેજમાં મળેલા નાણાંથી તે મુંબઇમાં પોતાનો કપડાનો બિઝનેસ શરૂ કરે છે. તે નિર્દયતાથી સફળતાને હાંસલ કરે છે અને પોતાની મિલ્સ માટે મશીનો દાણચોરી કરે છે, ગેરકાયદેસર રીતે સમાન બનાવે છે તથા વધુ નફો કમાવા માટે શેરના ભાવ સાથે ચેડાં પણ કરે છે.

કોર્પોરેટ 

કોર્પોરેટ

 આ ફિલ્મ બે કંપનીઓ વચ્ચેના જંગ પર આધારીત છે, જે વધુ નફો કમાવા માટે અનેક ખોટા પગલાં લે છે. ફિલ્મમાં બિઝનેસના ખરાબ સ્વરૂપ, રાજનીતિ અને ટોપ પર રહેવા માટેની પાવર ગેમ અંગે બતાવ્યું છે. આ ફિલ્મ જોશો તો કોર્પોરેટ ફિલ્મમાં એન્ટરપ્રિન્યોરને બિઝનેસની ખરાબ બાબતો અંગે તમને જાણ થશે. ફિલ્મમાં જોવા મળે છે કે કોર્પોરેટ સેક્ટર સાથે બધું જ સારું થતું હોતું નથી અને કેમ નૈતિક અને ઇમાનદાર હોવું જરૂરી છે. ફિલ્મ જોશો તો નક્કી ઘણું બધુ જાણવા મળાશે.

ગ્લેનગેરી ગ્લેન રોસ (Glengarry Glen Ross) 

ગ્લેનગેરી ગ્લેન રોસ (Glengarry Glen Ross)

 આ ફિલ્મ ડેવિડ મામેટની પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પ્લે પર આધારીત છે. ફિલ્મ એ બતાવે છે કે બિઝનેસની દુનિયા બહુ ખરાબ પણ હોઇ શકે છે અને તેવામાં તમારે પોતાના સંયમ તથા હોંશિયારીથી કામ કરવું પડશે. આ ફિલ્મ 1992માં રીલીઝ થઇ હતી.

મની બોલ (Moneyball)

 મની બોલ (Moneyball)

 બ્રાડ પિટે આ ફિલ્મમાં બિલી બીનની ભૂમિકા કરી છે. ફિલ્મ બતાવે છે કે ટીમની પાસે ખેલાડીઓ પર ખર્ચ કરવા પૂરતા નાણાં થી તો એવી સ્થિતિમાં બ્રાડ કેવી રીતે અદભૂત તરીકાથી નાણાંનો બંદોબસ્ત કરે છે. આમ, આ ફિલ્મમાં મેનેજમેન્ટને સારી રીતે પ્રદર્શિત કરાયું  છે.

 

 

મંઝિલ

 આ ફિલ્મ એ શીખવે છે કે તમે કોઇ પણ આર્થિક વર્ગના હો પણ તમે મહત્ત્વાકાંક્ષી અને પોતાનું સપનું પૂરું કરનાર હોવા જોઇએ. આ ફિલ્મમાં સૌથી મોટી શીખ એ છે કે એક એન્ટરપ્રિન્યોરને પોતાની ભૂલોને સ્વીકારવી જોઇએ અને તેમાંથી શીખ લઇને આગળ વધવું જોઇએ. એક મહત્ત્વાકાંક્ષી બેરોજગાર યુવક પોતાની કંપની શરૂ કરવાનું સપનું જૂએ છે પછી જાણવું હોય તો ફિલ્મ જોવી રહી…..