આકાશમાંથી પૃથ્વી પર લટકતી 50,000 કિલોમીટરની બિલ્ડીંગ બની રહી છે!
SadhanaWeekly.com       | ૩૧-માર્ચ-૨૦૧૭


 

પૃથ્વી પર તમે અજબ-ગજબની બિલ્ડીંગ બનેલી જોઈ હશે પણ આકાશમાં હવામાં બનેલી અને પૃથ્વી પર લટકતી બિલ્ડીંગ તમે જોઈ છે ? આ કલ્પના ઝડપથી સાકાર થવા જઈ રહી છે. આ દુનિયાની સૌથી ઊંચી ઈમારત હશે. જે પૃથ્વીની સાથે નહીં પણ આકાશમાં પૃથ્વીનું ચક્કર લગાવતા ધૂમકેતુ સાથે જોડાયેલી હશે અને તે પૃથ્વી પર લડકતી હશે.


આ કોન્સેપ્ટ ક્લાઉડ્‌સ આર્કિટેક્ચર ઓફિસ દ્વારા તૈયાર થયો છે. આ એ જ કંપની છે જેણે હાઉસ ઓન માર્સ અને ક્લાઉડ સિટી નો કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો. આ કોન્સેપ્ટ મુજબ આ ટાવરનું નામ રખાશે એનલેમા ટાવર. જે પૃથ્વીથી 31068 મીલ એટલે કે લગભગ 50 હજાર કિલોમીટર ઉંચા ફરતા ધૂમકેતુ સાથે મજબૂત કેબલના સહારે પૃથ્વી પર લટકતો રહેશે. તૈયાર થયા પછી આ ટાવર ધૂમકેતુના ઓર્બિટલ પાથ મુજબ તે ન્યૂયોર્ક અને હવાના સહિત અનેક શહેરોની ઉપરથી પસાર થશે.


 


બનાવનારી સંસ્થાના કહ્યા મુજબ આ ટાવર દુબઈમાં બનશે અને પછી તેને ન્યૂયોર્ક લઈ જવાશે. સંસ્થાનું માનવું છે કે આ ટાવરને દુબઈમાં બનાવવાથી તેનો ખર્ચ ઓછો આવશે.
સંસ્થાના પ્રેઝન્ટેશન પ્રમાણે એનલેમા ટાવર વિભિન્ન સેકસનમાં તૈયાર થશે. પૃથ્વીની નજીક જે ભાગ હશે તે એન્ટટેન્મેન્ટ, શોપિંગ માટે હશે. તેનાથી ઉપર ઓફિસો માટેની જગ્યા રખાશે.
મહત્ત્વની વાત એ છે કે ટાવરની વીજળી સૂર્યમાંથી પેદા કરાશે. અને પાણી વરસાદ અને વાદળો પાસેથી લેવામાં આવશે.
જો કે આ કોન્સેપ્ટ હજી કાગળ પર જ છે. કંપનીનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં આકાશમાં ફરતા ધૂમકેતુ પર આપણે કંટ્રોલ કરી શકીશું. એવું તો સ્થાપિત થઈ ગયું છે કે ધૂમકેતુ પર ઉતરવું સંભવ છે.

 

જુવો વીડિયો...